શોરૂમ પર ધૂળ ખાઈ રહી છે આ 7-સીટર કાર, માંડમાંડ મળ્યા 38 ગ્રાહક, વેચાણમાં 84% નો ઘટાડો
Toyota Vellfire sales dipped : ટોયોટાની વેલફાયર શોરૂમ પર ઉભેલી ધૂળ ખાઈ રહી છે. આ 7-સીટર કારને પાછલા મહિને મોટી મુશ્કેલથી 38 ગ્રાહક મળ્યા છે. માર્ચ 2024માં તેના વેચાણમાં 84 ટકાનો ઘટાડો થયો છે.
Toyota Vellfire sales dipped : ભારતીય બજારમાં ટોયોટા કારોની ડિમાન્ડ ખુબ સારી રહી છે. કંપનીની 8-સીટર એમપીવી હાઈક્રોસ આ સમયે બજારમાં ધૂમ મચાવી રહી છે. તેની ડિમાન્ડ ખુબ વધુ છે. આ સિવાય પાછલા મહિને મારૂતિ ગ્રાન્ડ વિટારા એયયુવીના રીબેઝૃમોડલ ટોયોટા હાયરાઇડરે પણ કમાલ કરી દીધો. કારણ કે ટોયોટાના વેચાણ લિસ્ટમાં હાઇક્રોસ બાદ સૌથી વધુ વેચાનાર મોડલમાં હાયરાઇડર એસયુવી બીજા નંબર પર હતી. પરંતુ માર્ચ 2024માં ટોયોટાની 7-સીટર લક્ઝરી એમપીવી વેલફાયરનું વેચાણ ઘટી ગયું છે. તેના વેચાણમાં 80 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. આવો તેના સેલ્સ રિપોર્ટ પર નજર કરીએ...
મહિનો વેચાણ સંખ્યા
ઓક્ટોબર-2023 3
નવેમ્બર- 2023 53
ડિસેમ્બર- 2023 37
જાન્યુઆરી- 2024 61
ફેબ્રુઆરી- 2024 57
માર્ચ 2024 38
આ પણ વાંચોઃ લોકોની પહેલી પસંદ બની ₹6.66 લાખવાળી આ કાર, અલ્ટ્રોઝ, i20ને પછાડી વેચાણમાં બની No 1
6 મહિનાનું વેચાણ
ઉપર ચાર્જમાં ટોયોટા વેલફાયરના વેચાણ રિપોર્ટ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે છ મહિનાથી તેના વેચાણમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર 2023માં તેના માત્ર ત્રણ યુનિટનું વેચાણ થયું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં તેના વેચાણમાં ઘટાડો થયો છે. ફેબ્રુઆરી 2024માં તેના માત્ર 57 યુનિટ વેચાયા હતા. તો માર્ચ 2024માં તેના 38 યુનિટનું વેચાણ થયું હતું.
ટોયોટા કારનું કુલ વેચાણ
માર્ચ 2024માં ટોયોટા કારોના કુલ વેચાણનો આંકડો 25119 યુનિટ હતો. પરંતુ ટોયોટા વેલફાયરને માર્ચ 2024માં માત્ર 38 ગ્રાહકો મળ્યા હતા. માર્ચ 2023માં વેચેલા 239 યુનિટની તુલનામાં માર્ચ 2024માં વેલફાયરનું વેચાણ 84.10 ટકા ઘટી 38 યુનિટ રહી હયું, જે વેલફાયરના વેચાણમાં 33.33 MoM નો ઘટાડો છે.