Traffic Rules For Car Wind Shield Film: જો તમે તાજેતરમાં નવી કાર ખરીદી છે અને તમે તેના કાચમાં કોઈ ફેરફાર કરાવવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ભારતમાં તેના સંબંધિત કેટલાક નિયમ જણાવી રહ્યા છે જેના વિશે તમારે જાણવું ખુબ જ જરૂરી છે. આજે અમે તમને કાર માલિકો દ્વારા કારના કાચથી કરવામાં આવતી સામાન્ય ભૂલો વિશે જણાવી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગીન કાચ (ટીન્ટેડ ગ્લાસ)
કેટલાક લોકો સેફ્ટી અને પ્રાઈવેસીને ધ્યાનમાં રાખી તેમની કારના કાચને ટીન્ટેડ કરાવે છે. કારના કાચને ટીન્ટેડ કરાવવાનો અર્થ છે કે તેમાં કોઈ પ્રકારનું કોટિંગ કરવું. તે ઘણા પ્રકારના હોય છે, જેમાં સ્પે, પેઇન્ટ અથવા પ્લાસ્ટિક ફિલ્મ પણ સામેલ થઈ શકે છે. લોકો તેમના બજેટ પ્રમાણે ગ્લાસને ટીન્ટેડ કરાવે છે. જોકે, તે ભારતમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવામાં આવે છે. જો ચેકિંગ દરમિયાન સામે આવે છે કે તમારી કારના કાચ ટીન્ટેડ છે તો તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. હકીકતમાં ઘણી વખત કારમાં ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવ્યા છે જેના કારણે આ નિયમ બનવવામાં આવ્યા છે. એવામાં ટીન્ટેડ ગ્લાસ ભારતમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.


'બાબા વેંગા'ની બે ભવિષ્યવાણી સાચી સાબિત થઈ! 2022 માટે કર્યું હતું આ પ્રિડિક્શન


કારના કાચ પર જાતિ સૂચક શબ્દ
કેટલાક લોકો દરજ્જાના ચક્કરમાં કારના કાચ ઉપર જાતિ સૂચક વાતો અથવા શબ્દો લખાવે છે પરંતુ ગત વર્ષથી લગભગ હજારો કેસમાં આમ કરનાઓના વાહનો પર મોટો દંડ વસૂલવામાં આવ્યા છે. હકીકતમાં આમ કરવાથી સૌહાર્દ બગડી શકે છે અને આ કારણથી કારના કાચ પર જાતિ સૂચક શબ્દ લખવો પ્રતિબંધ છે.


ક્યારેક 'હોમ બ્રેકર' તો ક્યારેક 'મેન ઇટર', જાણો આ આરોપો પર શું કહે છે સુષ્મિતા સેન


જો તમે પણ એક કાર માલિક છો અને તમારી કારના કાચ પર કોઈ પ્રકારના ચેડા કરવાનું વિચારી રહ્યો છો તો આજે જ તમે તમારો વિચાર બદલી નાખો. જો તમે આમાથી કોઈપણ ભૂલ કરી તો તમારે દંડ તો ભરવો પડી શકે છે પરંતુ તમારે જલેની હવા પણ ખાવી પડી શકે છે કેમ કે તંત્ર ખૂબ કડક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube