TRAI Amend MNP Rules: ટેલિકોમ રેગુલેરિટી ઓથોરિટી ઓફ ઇન્ડીયા (TRAI) એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમોમાં ફેરફાર કરી દીધો છે. તમને જણાવી દઇએ કે એમએનપીની સુવિધા વર્ષ 2009 માં શરૂ કરી દીધી હતી અને હવે તેમાં નવમી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમ અનુસાર જો તમે તાજેતરમાં જ સિમ બદલ્યું છે તો તમે તમારો મોબાઇલ નંબર નેટવર્ક પર પોર્ટ કરી શકશો નહી. મોબાઇલ નંબર બીજા નેટવર્ક પર ટ્રાંસફર કરાવનાર ગ્રાહકોને હવે સાત દિવસ રાહ જોવી પડશે. ટ્રાઇનું કહેવું છે કે આ ફેરફાર ગ્રાહકોને છેતરપિંડી અને ઓનલાઇન ફ્રોડથી બચાવવા માટે કરવામાં આવી રહ્યા છે. તેનાથી કસ્ટમર્સની સુરક્ષા વધશે. આવો તમને તેના વિશે વિસ્તારપૂર્વક જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Train Accident Video: બ્રેક લગાવી પણ ઉભી ન રહી ટ્રેન,મુસાફરોને સંભળાયો ધડાકો અને પછી
100 વર્ષ બાદ પ્રથમવાર Holi પર સર્જાશે Chandra Grahan, આ રાશિઓનો શરૂ થશે 'સુવર્ણ કાળ


શું હોય છે સિમ સ્વેપ
તમે ક્યારેય તમારું સિમ ખોઇ નાખ્યું છે અથવા પછી ખરાબ થઇ ગયું છે તો એવામાં તમે તમારા ટેલીકોમ ઓપરેટર પાસે જઇને સિમ બદલાવો છો. આ પ્રોસેસને સિમ સ્વેપ કહે છે. 


માર્ચમાં રિલીઝ થયું ગરમીનું 'ટ્રેલર', જાણો 7 દિવસ કેવો રહેશે મૌસમનો મિજાજ
2028 સુધી 81 કરોડ લોકોને Free Ration નો ફાયદો, આગામી 5 વર્ષ માટે સરકારે કરી વ્યવસ્થા


તમે સાત દિવસ પછી તમારું સિમ પોર્ટ કરી શકશો
ટ્રાઈના નવા નિયમો અનુસાર સિમ સ્વેપ કર્યા પછી તમે ઓછામાં ઓછા 7 દિવસ સુધી તમારો નંબર બીજા નેટવર્ક પર ટ્રાન્સફર કરી શકશો નહીં. જો ગ્રાહકે છેલ્લા 7 દિવસમાં સિમ બદલ્યું છે, તો ટેલિકોમ કંપનીઓ તેને યુનિક પોર્ટિંગ કોડ (UPC) ઇશ્યૂ કરી શકશે નહીં. UPC કોડ એ કોડ છે જેની મદદથી તમે તમારો મોબાઈલ નંબર બીજા નેટવર્ક પર ટ્રાન્સફર કરી શકો છો. સાત દિવસની આ રાહ જોવી જરૂરી છે જેથી કોઈ અન્ય વ્યક્તિ તમારા નામે નવું સિમ ન લે.


Holashtak 2024: હોળાષ્ટકમાં ધનલાભ માટે અચૂક કરો આ 8 ઉપાય, સુખ-સૌભાગ્યની થશે પ્રાપ્તિ
18 વર્ષ બાદ રાહુ-શુક્ર આવશે એકસાથે, બદલાઇ જશે કિસ્મતના સ્ટાર, ધન-સંપત્તિ થશે બમણી


કેમ કરવામાં આવ્યો આ ફેરફાર
આ ફેરફાર ફ્રોડ અને સ્પેમને રોકવ માટે કરવામાં આવ્યો છે. ટ્રાઇનું કહેવું છે કે તેનાથી મોબાઇલ નંબર પોર્ટ કરાવવાની પ્રક્રિયા સુરક્ષિત રહેશે અને કોઇપણ પ્રકારની છેતરપિંડી થઇ શકશે નહી. જો તમારું સિમ ખોવાઇ ગયું છે અથવા કામ કરી રહ્યું નથી તો તમે તમારા ટેલીકોમ ઓપરેટરના સ્ટોર પર જઇને સિમ બદલી શકો છો. તેના માટે તમારે તમારી ઓળખના માન્ય પુરાવા બતાવવા પડશે. 


Ambani Family: અંબાણી પરિવારનો નથી આ સભ્ય, તો પણ છે ખાસ, બધાની આંખો તારો છે હેપ્પી
શું છે CVIGIL App, કેમ ધ્રૂજે છે ઉમેદવારો? ચૂંટણી પંચે વોટર્સના હાથમાં આપ્યું હથિયાર