નવી દિલ્લીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓને એક આદેશ કર્યો છે. જેનાથી મોબાઈલ વપરાશ કર્તાઓને મોટો ફાયદો થશે. TRAIએ કહ્યું છે કંપીઓએ હવે એક પ્લાન એવો રાખવો પડશે જે આખો મહિનો ચાલે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ કંપનીઓ પર કડક કાર્યવાહી કરી છે. TRAIએ ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યો છે કે કંપનીઓએ ઓછામાં ઓછો એક પ્લાન આખો મહિનો ચાલે તેવો રાખવો પડશે. જેના અમલીકરણ માટે ટેલિકોમ કંપનીઓને 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


હવે 30 દિવસ ચાલશે રિચાર્જ-
હવે ટેલિકોમ કંપનીઓએ ઓછામાં ઓછો એક પ્લાન, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક સ્પેશિયલ રિચાર્જ પ્લાન એવો રાખવો પડશે જેની આખા મહિના માટે વેલિડિટી હોય. જેથી મોબાઈલનો ઉપયોગ કરનારા લોકોને ફાયદો થશે. આ નાવા આદેશના અમલ માટે કંપનીઓને 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 1 જૂન 2022થી આ નવા આદેશનો અમલ કરવો ફરજિયાત બનશે.


મહિનાના રિચાર્જના નામે થાય છે છેતરપિંડી-
આજકાલ મોટાભાગની ટેલિકોમ કંપનીઓ એક મહિનાના રિચાર્જના નામે ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપે છે. જો કે એક મહિનાનો પ્લાન Jioએ લોન્ચ કર્યો છે. ત્યારે વોડાફોન, આઈડિયા અને એરટેલ જેવી અન્ય ટેલિકોમ કંપનીઓએ 60 દિવસની અંદર આ નવા પ્લાનનું અમલ કરવું પડશે.


ફરિયાદો બાદ TRAI એક્શનમાં-
28 દિવસની વેલિડિટીની ટ્રાઈને અનેક ફરિયાદો મળી હતી. ગ્રાહકોનું કહેવું હતું કે એક મહિનાના રિચાર્જના નામે કંપનીઓ 28 દિવસની જ વેલિડિટી આપે છે. જેથી ગ્રાહકોની ફરિયાદોના આધારે TRAIએ ચિંતા વ્યક્ત કરી હતી. જેથી ટેલિકોમ કંપનીઓ માટે TRAIએ નવા આદેશ કર્યા છે. જેથી હવે ગ્રાહકો પાસે પ્લાન પસંદ કરવા માટે વધુ વિકલ્પ હશે.