TRAI New SIM Card Rule: 1 સપ્ટેમ્બર 2024 થી TRAI નો એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેનો હેતુ સમગ્ર દેશમાં ફેક અને સ્પામ કોલને રોકવાનું છે. સરકાર પહેલાથી જ ટેલિકોમ સેક્ટરમાં ચાલી રહેલા કૌભાંડને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ તે છતા ફેક કોલ આવી રહ્યાઁ છે. આવામાં આ નવુ પગલુ ભરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેક કોલ પર લગામ લાગશે
નવા નિયમો અનુસાર, ટેલિકોમ કંપનીઓ એ ફેક કોલ માટે જવાબદાર રહેશે, જે તેમના નેટવર્કથી કરવામાં આવશે. જો કોઈ ગ્રાહકને ફેક કોલ આવે છે તો ટેલિકોમ કંપનીને આ સમસ્યા સોલ્વ કરવાની રહેશે અને તેના પર જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. તેનાથી આશા વ્યક્ત કરાઈ છે કે, ફેક કોલની સંખ્યામાં ઘટાડો આવશે, જે લોકોને તકલીફ કરે છે.  


ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહી


TRAI ની ચેતવણી
TRAI એ એ લોકોને ચેતવણી આપી છે, જે ફેક કોલ કરીને લોકોને ઠગી રહ્યાં છે. નવા નિયમ બનાવવામા આવ્યા છે, જેથી ગ્રાહકોની સુરક્ષા થઈ શકે અને ટેલિકોમ કંપનીઓને સખત નિયમોનું પાલન કરવું પડશે. TRAI એ સ્પષ્ટ કર્યુ છે કે, ફેક અને પ્રમોશનલ કોલ માટે કૌભાંડનો ઉપયોગ કરવુ ટેલિકોમ કંપનીના નિયમોનું ઉલ્લંઘન છે. આ સમસ્યાને સોલ્વ કરવા માટે એક સારી યોજના બનાવવામાં આવી છે. 


2 વર્ષ માટે નંબર બ્લોક રહેશે
TRAI ના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ પોતાના મોબાઈલનો ઉપયોગ ટેલિમાર્કેટિંગના પ્રમોશન માટે કરે છે, તો તેનો નંબર બે વર્ષ માટે બ્લોક કરી દેવામાં આવશે. સરકાર પહેલા જ 160 નંબર સીરિઝ શરૂ કરી ચૂકી છે, જેથી ફ્રોડને રોકી શકાય. પંરતુ અનેક લોકો હજી પણ પ્રાઈવેટ નંબરથી પ્રમોશનલ કોલ કરી રહ્યાં છે, તેથી આ કારણે સખત નિયમો બનાવવા પડ્યા છે. 


ગુજરાત હાઈકોર્ટમાં એવો કેસ પહોંચ્યો કે જજ પણ મુંઝાયા, પત્નીએ કરી પતિના સ્પર્મની માંગ


TRAI એ સ્પષ્ટ કર્યું છે કે તે છેતરપિંડી કે સ્પામ કોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. ટ્રાઈએ કહ્યું છે કે તે સ્પામ કે ફેક કોલને સહન કરશે નહીં અને આમાં સામેલ લોકોને સજા કરવામાં આવશે. તેથી, જેઓ પ્રમોશન માટે તેમના નંબરનો ઉપયોગ કરી રહ્યા છે તેઓએ સાવચેત રહેવું જોઈએ કારણ કે નવા નિયમોનો કડક અમલ કરવામાં આવશે. આ નવા નિયમો સાથે, TRAI તમામ વપરાશકર્તાઓ માટે એક સુરક્ષિત ટેલિકોમ વાતાવરણ બનાવવાનો હેતુ ધરાવે છે જેથી કરીને નકલી કોલ અને છેતરપિંડી ઘટાડી શકાય.