Whatsapp પર ડિલેટ કરેલો મેસેજ વાંચવો હોય તો અપનાવો આ ટ્રિક
જો તમે વોટ્સએપ (Whatsapp) કરો છો તો સૌથી પહેલાં દિમાગમાં વીડિયો કોલિંગ અને મિત્રો સાથે ગ્રુપ ચેટનું આવે છે. આજના સમયમાં આ મેસેજિંગની સૌથી સારી અને સસ્તું સાધન બની ચુકી છે. તેના પર કરોડો યૂજર્સ પોતાના મિત્રો અને પરિવારને ફોટો અને વીડિયો શેર કરે છે. વોટ્સએપ સ્ટેટસ આવ્યા પછી તેને યૂઝ કરવની મજા વધુ વધી ગઇ છે. પરંતુ જો તમે તેના હિડન ફીચર્સ જાણો છો તો તમને વધુ મજા આવશે. તમને પૂછવામાં આવે કે શું તમે વોટ્સઅપના ડિલેટ થયેલા મેસેજને રિકવર કરી શકો છો તો કદાચ જવાબ ના માં હશે.
નવી દિલ્હી: જો તમે વોટ્સએપ (Whatsapp) કરો છો તો સૌથી પહેલાં દિમાગમાં વીડિયો કોલિંગ અને મિત્રો સાથે ગ્રુપ ચેટનું આવે છે. આજના સમયમાં આ મેસેજિંગની સૌથી સારી અને સસ્તું સાધન બની ચુકી છે. તેના પર કરોડો યૂજર્સ પોતાના મિત્રો અને પરિવારને ફોટો અને વીડિયો શેર કરે છે. વોટ્સએપ સ્ટેટસ આવ્યા પછી તેને યૂઝ કરવની મજા વધુ વધી ગઇ છે. પરંતુ જો તમે તેના હિડન ફીચર્સ જાણો છો તો તમને વધુ મજા આવશે. તમને પૂછવામાં આવે કે શું તમે વોટ્સઅપના ડિલેટ થયેલા મેસેજને રિકવર કરી શકો છો તો કદાચ જવાબ ના માં હશે.
આ વર્ષે ગજબના આ 7 ફીચર્સ લાવી રહ્યું છે WhatsApp લાવી રહ્યું દમદાર ફીચર્સ
મેસેજને રિકવર કરવો છે સરળ
પરંતુ કેટલાક એવા પણ ફીચર્સ છે જેમાં મેસેજને રિકવર કરવો સરળ થઇ જાય છે. આગળ વાંચો એવી ટ્રિક જેનાથી તમે વોટ્સએપ પર ડિલેટ કરેલા મેસેજને વાંચી શકો છો. તેના માટે સૌથી પહેલાં તો એ જરૂરી છે કે તમારી પાસે સ્માર્ટફોન એંડ્રોઇડ કિટકેટથી ઉપરનું વેરિએન્ટ હોવું જોઇએ. ડિલીટ થયેલા મેસેજને વાંચવા માટે તમારે નોટિફિકેશ હિસ્ટ્રી એપ ડાઉનલોડ કરવી પડશે. એપ ડાઉનલોડ કર્યા પછી તેમાં આપેલા નોટિફિકેશન અને એડમિનિસ્ટ્રેટર એક્સેસને ઓન કરી દો. હવે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ થયા બાદ આ એપ નોટિફિકેશન હિસ્ટ્રીને રેકોર્ડ કરવા લાગશે.
શરૂઆતના 100 કેરેક્ટર જ વાંચવાની સુવિધા
ત્યારબાદ તમે એપને ખોલો અને વોટ્સઅપ આઇકોન પર ક્લિક કરી દો. નોટિફિકેશન હિસ્ટ્રી એપ પર વોટ્સઅપ આઇકોનને ખોલ્યા બાદ તે કોન્ટેક્ટને સર્ચ કરો જેને ડિલેટ કરેલા મેસેજને વાંચી શકો છો. કોન્ટેક્ટ પર સિલેક્ટ કરતાં જ તમે ડિલેટ કરેલા મેસેજને સરળતાથી વાંચી શકો છો. આ એપ દ્વારા કોઇપણ મેસેજના શરૂઆતના 100 કેરેક્ટર જ રેકોર્ડ કરી શકો છો. સાથે જ ફોનને રી-સ્ટાર્ટ કરતાં આ એપમાં રેકોર્ડ થયેલા બધા મેસેજ ડિલીટ થઇ જશે.