નવી દિલ્હી: ભારતમાં ઈલેક્ટ્રિક વાહન હવે ઝડપથી બજારમાં આવવા લાગ્યા છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ નવા ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરતા પણ જોવા મળે છે. જેમાંથી મોટાભાગના ટુ વ્હીલર્સ બનાવનારા સ્ટાર્ટઅપ છે. ટ્રોવ મોટર પણ તેમાંથી એ જ એક છે જેણે હાલમાં જ H2 નામના હાઈપર મેક્સી સ્કૂટરનું ટીઝર બહાર પાડ્યું છે. જે એક ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઈક હોવાનું કહેવાય છે. કંપનીએ જણાવ્યું કે નવા  H2 ને સંપૂર્ણ રીતે ભારતમાં ડિઝાઈન અને ડેવલપ કરાઈ રહ્યુ છે અને આ કામ કંપનીની બેંગલુરુ સ્થિત આરએન્ડડી ફેસિલિટીમાં થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓગસ્ટમાં શરૂ થશે પ્રી બુકિંગ
ટ્રોવ મોટરે એવી જાહેરાત પણ કરી દીધી છે કે નવા મેક્સી સ્કૂટર માટે પ્રી બુકિંગ્સ ઓગસ્ટ 2022માં શરૂ કરાશે. જ્યારે 2023ની શરૂઆતથી ઈલેક્ટ્રિક સ્કૂટર્સ ગ્રાહકોને મળવાના શરૂ થઈ જશે. જો તમને આ ઈ સ્કૂટરમાં રસ હોય તો કંપનીની અધિકૃત વેબસાઈટ પર ઈન્ટ્રસ્ટ રજિસ્ટર કરી શકો છો. આ સ્કૂટર સાથે લિક્વિડ કૂલ્ડ ઈલેક્ટ્રિક મોટર અપાશે જો કે તેની ટેક્નિકલ જાણકારી કંપનીએ શેર કરી નથી. પરંતુ કંપનીએ એ જરૂર જણાવ્યું છે કે ઈલેક્ટ્રિક મોટર સત 4.8 કિલોવોટ તાકાત આપશે અને તેનો પીક પાવર 7.9 કિલોવોટ હશે. 


સિંગલ ચાર્જમાં 30 કિમી સુધી રેન્જ
કંપનીએ જણાવ્યું કે આ ઈલેક્ટ્રિક મોટર ખુબ દમદાર છે. જે 4.3 સેકન્ડમાં સ્કૂટરને 0-60 કિમી/કલાક ઝડપ પર લઈ જાય છે. સૌથી ખાસ વાત એ છે કે સિંગલ ચાર્જમાં આ ઈલેક્ટ્રિક સ્કૂટરની સાથે સિંગલ સ્પીડ ટ્રાન્સમિશન, અપસાઈડ ડાઉન ફોર્ક, મોનોશોક રિયર અને એલઈડી હેડલાઈટ આપવામાં આવશે. તેના બંને પૈડામાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવશે. જે 2-પિસ્ટન કેલિપર્સથી લેસ હશે. મેક્સી સ્કૂટરને બ્લ્યૂટૂથ કેનેક્ટિવિટી, 4જી ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે બિલ્ટ ઈન ગૂગલ અને ઈન્ટરનેટથી ચાલનારા અનેક આધુનિક ફિચર્સ આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube