Sim Card Scam: તમારા આઈડી પર કોઈ અન્ય વાપરી રહ્યું છે સિમ? આવી રીતે કરો બંધ
Illegal Sim Card: જો તમારા આઈડી પર તમારા સિવાય કોઈનું સિમકાર્ડ છે અને તમને જાણ નથી તો તમે એને બ્લોક કરી શકો છે. જેથી તેનો ખોટો ઉપયોગ ન થાય.
Illegal Sim Card: ક્યાંય પણ સિમકાર્ડ લેવા જતા સમયે આઈડી પ્રુફ આપવું પડે છે. તેવામાં હવે કોઈ અન્યના આઈડી પ્રુફ પર સિમકાર્ડ ખોટી રીતે લેવાના કિસ્સા વધી રહ્યા છે. આવા સિમકાર્ડનો ઉપયોગ ગુનાખોરી માટે થાય એવી પણ શક્યતા રહેલી છે. જો તમારા આઈડી પર તમારા સિવાય કોઈનું સિમકાર્ડ છે અને તમને જાણ નથી તો તમે એને બ્લોક કરી શકો છે. જેથી તેનો ખોટો ઉપયોગ ન થાય.
સરકારના પોર્ટલ પર મળશે માહિતી
ભારતીય દૂરસંચાર વિભાગે સિમકાર્ડ ગોટાળાઓનો સામનો કરવા માટે એક ખાસ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલની મદદથી એ ખબર પડી શકે છે કે તમારા આઈડી પર કેટલા સિમ સક્રિય છે. જો તમારી જાણકારી વિના કોઈ સિમ એક્ટિવેટ કરવામાં આવ્યું છે તો તમે એને બ્લોક કરાવી શકો છે. સરકારના દિશા-નિર્દેશો અનુસાર એક વ્યક્તિના નામે 9 મોબાઈલ કનેક્શન હોઈ શકે છે.
આવી રીતે ચેક કરો સિમની સંખ્યા
1. સૌથી પહેલા https://tafcop.dgtelecom.gov.in/ પોર્ટલ પર લોગીન કરો.
2. લોગીન પેઈજ પર તમારો રજિસ્ટર્જ મોબાઈલ નંબર નાંખી ઓટીપી નાંખો.
3. હવે તમને તમારા આઈડી પર સક્રિય કનેક્શનની યાદી જોવા મળશે.
4. જો તમે કોઈ સિમને બ્લોક કરવા માંગો છો તો રિક્વેસ્ટ કરી શકો છો.
5. જો તમે બ્લોકની રિક્વેસ્ટ કરો છો તો તમને એક આઈડી મોકલાશે. જેનાથી તમને રિક્વેસ્ટની માહિતી મળી શકે.
બસ આટલું જ કરીને તમે તમારા નામ પર રજિસ્ટર્ડ સિમની સંખ્યા જાણી શકો છો. અને જો કોઈ શંકાસ્પદ સિમ લાગે તો તેને ડિએક્ટિવેટ કરી શકો છો.
આ પણ વાંચો
રાશિફળ 22 માર્ચ: સિંહ-તુલા સહિત આ રાશિવાળા માટે અત્યંત શુભ છે આજનો દિવસ
ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે
રસ્તો અને ચહેરો ઓળખવામાં થાય છે સમસ્યા, યાદદાસ્ત પર પડે છે અસર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube