TVS Apache 160 & Apache 180: ટીવીએસ મોટર કંપનીએ આજે અપડેટેડ અપાચે 160 અને અપાચે 180 ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. બંને બાઇક્સને પાંચ કલર ઓપ્શન- પર્લ વ્હાઇટ (નવી), ટી ગ્રે, ગ્લોસ બ્લેક (નવી), રેસિંગ રેડ અને મેટ બ્લૂમાં રજૂ કરવામાં આવી છે. નવું 2022 TVS Apache 160 મોડલ ત્રણ વેરિએન્ટ-સ્માર્ટએક્સનેક્સ સાથે ડિસ્ક, રાઇડ મોડ્સ સાથે ડિસ્ક અને રાઇડ મોડ્સ સાથે ડ્રમ બ્રેકમાં મળશે. જેની ક્રમશ કિંમત 1,24,590 રૂપિયા, 1,21,290 રૂપિયા અને 1,17,790 રૂપિયા છે. આ કિંમત એક્સ શોરૂમ છે. તો બીજી તરફ 2022 TVS Apache 180 મોડલ રાઇડ મોડ્સ અને SmartXonnect સાથે સિંગલ ડિસ્ક વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે, જેની કિંમત  1,30,590 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ વેરિએન્ટ્સની કિંમત
-- 2022 TVS Apache 160 Disc BT વેરિએન્ટ- 1,24,590 રૂપિયા
-- 2022 TVS Apache 160 Disc વેરિએન્ટ- 1,21,290 રૂપિયા
-- 2022 TVS Apache 160 Drum વેરિએન્ટ- 1,17,790 રૂપિયા
-- 2022 TVS Apache 180 Disc BT વેરિએન્ટ- 1,30,590 રૂપિયા


બંને મોટરસાઇકલ પહેલાં કરતાં હલકી થઇ છે. નવી અપાચે આરટીઆર 160 નું વજન 2 કિલો ઓછું થયું છે જ્યારે અપડેટેડ અપાચે આરટીઆરિ 180 નું વજન 1 કિલો ઘટાડી દીધું છે. કંપનીનું કહેવું છે કે નવી 2022 TVS Apache 160 અને Apache 180 માં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી સાથે TVS નું SmartXonnect સિસ્ટમ મળે છે. બાઇક ત્રણ રાઇડિંગ મોડ્સ સાથે આવે છે, તેનું નામ છે-રેન, અર્બન અને સ્પોર્ટ છે. 


ડિઝાઇનમાં ફેરફારની વાત કરીએ તો નવી ટીવીએસ અપાચે 160 અને અપાચે 180 માં નવી એલઇડી હેડલેમ્પ અને ટેલલેમ્પ સાથે નવી સિગ્નેચર 3ડી એલિમેન્ટ આપવામાં આવ્યા છે. બંને મોડલ સેગમેંટ-ફર્ટ વોઇસ આસિસ્ટેંટ સિસ્ટમથી સજ્જ છે. બ્લ્યૂટૂથ કનેક્ટિવિટી અને સ્માર્ટ એક્સોનેક્ટ ટેક્નોલોજી સાથે ઓલ ડિજિટલ ઇંસ્ટ્રુમેંટ ક્લસ્ટ મળે છે. તેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ગિયર પોઝિશન ઇંડિકેટર, ગિયર શિફ્ટ આસિસ્ટન્ટ, રેસ ટેલીમેટ્રી, લેપ ટાઇમર મોડ, કલસ્ટર ઇંટેંસિટી કંટ્રોલ અને ક્રેશ એલર્ટ સિસ્ટમ મળે છે.