નવી દિલ્લીઃ દેશની પ્રમુખ 2 વ્હીલ વાહન નિર્માતા કંપની TVSએ પોતાનું બહુપ્રતીક્ષિત સ્કુટર Jupiter 125 લોન્ચ કર્યું છે. કંપની મુજબ આ 125cc સ્કુટર TVSનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સ્કુટરમાંથી એક છે. આ સ્કુટરમાં વધુ કરતા પણ વધુ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્કુટરમાં અન્ય કંપનીના સ્કુટર કરતા વધુ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે જુપિટર 125માં કેટલાક એવા ફીચર્સ પણ છે જે ઈન્ડસ્ટ્રીમાં પહેલીવાર આપવામાં આવ્યા છે. આ સ્કુટર છે ફીચર્સથી ભરપુર. તો આવો જાણીએ આ શાનદાર દેખાતા સ્કુટર વિશે તમામ માહિતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Activa મેળવો માત્ર 25 હજારમાં! સાવ મફતના ભાવમાં એક્ટિવા લેવા થઈ રહી છે પડાપડી!

કલર અને કિંમત:
TVS Jupiter 125ની દિલ્લી એક્સ શોરૂમ કિંમત 73,400 રૂપિયા છે. Jupiter 125માં ડ્રમ, ડ્રમ એલોય અને ડિસ્ક વેરિયંટમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ સ્કુટરને 4 કલર ઓપ્શનમાં લોન્ચ કર્યું છે. જેમાં ડોન ઓરેન્જ, ઈન્ડિબ્લૂ, પ્રિસ્ટિન વ્હાઈટ અને ટાઈટેનિયમ ગ્રે કલર સામેલ છે.


લુક અને સ્ટાઈલ:
TVS Jupiter 125માં એક પ્રોગ્રેસિવ નિયો મસ્ક્યુલિન સ્ટાઈલ જોવા મળે છે. સ્કુટરમાં ક્રોમ એક્સેન્ટ એક પ્રીમિયમ લુક આપે છે. સ્કુટરમાં સ્ટાઈલિશ LED હેડલેંપ અને સિગ્નેચર ફ્રંટ લાઈટ ગાઈડ સાથે ગ્રેબ-રેલ રિફ્લેક્ટર સાથે એલિગન્ટ ટેલ લેંપ આપવામાં આવ્યું છે. TVS Jupiter 125માં 3D એમ્બલમ અને પ્રીમિયમ પેન્ટેડ ઈનર પેનલ મળે છે. ડિસ્ક વેરિયંટ ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ સાથે આવશે, જે સ્કુટરના ઓવરઓલ લુકને વધુ શાનદાર બનાવે છે.

એક લાખથી પણ ઓછામાં મળી રહ્યું છે સૌથી શાનદાર ઓફ રોડ બાઈક! Royal Enfield Himalayan ના ચાહકો જલ્દી કરો!

TVS Jupiter 125ના યુનિક ફીચર્સ:
- સેગમેન્ટમાં સૌથી મોટી અંડર-સીટ સ્ટોરેજ સ્પેસ.
- મેટલમેક્સ બોડી.
- ફ્રંટ એક્સટર્નલ ફ્યુલ-ફિલર.
- ફ્રંટ મોબાઈલ ચાર્જર.
- એવરેજ અને રિયલ ટાઈમ માઈલેજ ઈન્ડિકેટર સાથે સેમી-ડિજિટલ સ્પીડોમીટર.
- સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર અને એન્જીન ઈનહિબિટર.
- બોડી બેલેન્સ ટેક્નોલોજી.
- મોટી લેગ સ્પેસ.
- ETFi ટેક્નોલોજી.
- TVS ઈન્ટેલિગો ટેક્નોલોજી.
- ઓલ-ઈન-વન લોક.
- ફ્રંટ મોબાઈલ, ગ્વોવ બોક્સ સાથે મોબાઈલ ચાર્જર.
- એલોય વ્હીલ્સ.
- ડિસ્ક બ્રેક.

OnePlus નો ધમાકેદાર સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યો છે! લોન્ચિગ પહેલાં જ લોકો થઈ રહ્યાં છે દિવાના!

એન્જીન અને પાવર:
TVS Jupiter 125 સ્કુટરમાં હાઈ પરફોર્મેન્સ અને શાનદાર માઈલેજ માટે પાવરફુલ સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, એર કુલ્જ ઓલ ન્યુ 124.8ccનું એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 6500 rpm પર 8bhpનો અધિક્તમ પાવર અને 4500 rpm પર 10.5nmનો ચોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે CVT ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે એન્જીનને ઘણું લીનિયર પાવર અને ટોર્ક આઉટપુટ આપવા માટે ફાઈનલી ટ્યુન કરવામાં આવ્યું છે. આ સ્કુટરમાં 5 લીટરનો ફ્યુલ ટેન્ક આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ફ્યુલ ટેન્ક સીટ નીચે નહીં પરંતુ ફુટ રેસ્ટ નીચે આપવામાં આવ્યું છે. જેથી ગ્રાહકને સીટ નીચે સૌથી મોટી સ્ટોરેજ સ્પેસ મળે છે.

આ છે દુનિયાની સૌથી સસ્તી અને સૌથી નાની ઈલેક્ટ્રિક કાર! 300 કિમીની રેન્જ, જાણી લો કિંમત

સસ્પેન્શન અને પરફોર્મેન્સ:
આ સ્કુટરમાં સેમી-ડિજિટલ સ્પીડોમીટર આપવામાં આવ્યું છે. જેમાં સ્માર્ટ એલર્ટ, એવરેજ અને રિયલ ટાઈમ માઈલેજની જાણકારી મળે છે. TVS Jupiter 125માં સરળ રાઈડિંગ એક્સપિરીયન્સ માટે બોડી બેલેન્સ ટેક્નોલોજી આપવામાં આવી છે. આ ટેક્નોલોજી TVS Wegoમાં આપવામાં આવી હતી. ડાયનામિક કંફર્ટ અને હેંડલિંગ માટે મોનોટ્યુબ ઈન્વર્ટેડ ગેસ ચાર્જ્ડ શોક્સ સાથે ફ્રંટ ટેલિસ્કોપિક સસ્પેન્શન અને 3 સ્ટેપ એડજસ્ટેબલ રિયર શોક્સ આપવામાં આવ્યા છે.

ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?

યુવતીઓ જ નહીં યુવકોના કપડા કઢાવીને પણ મજા લે છે ફિલ્મ નિર્માતાઓ! આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube