નવી દિલ્હી: દેશની મોટી દ્વિચક્રી વાહન નિર્માતા કંપની TVS Motors નું જાણિતું સ્કૂટર NTorq એ સ્થાનિક બજારમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. કંપનીએ આ સ્કૂટરને પહેલીવાર 2018માં લોન્ચ કર્યું હતું અને અત્યાર સુધી કંપનીએ તેના 4 લાખથી વધુ યૂનિટ્સનું વેચાણ કરી લીધું છે. એકદમ આકર્ષક લુક અને દમદાર ફીચર્સથી સજ્જ આ સ્કૂટર લોકોને ખૂબ ગમે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર 2019 સુધી કંપનીએ TVS NTorqના 3.5 લાખ યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. તાજા જાણકારી અનુસાર આ સ્કૂટરના 4 લાખ યૂનિટ્સનું વેચાણ થઇ ચૂક્યું છે. ગત મહિને ઓગસ્ટથી લગભગ 20,000 યૂનિટ્સનું વેચાણ કરી રહી છે. પોતાના ખાસ સ્પોર્ટી લુકના લીધે આ સ્કૂટર યુવાનો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. 


NTorq માં કંપનીએ 124.8 cc ની ક્ષમતાનું સિંગલ સિલિન્ડરયુકત એન્જીનનો ઉપયોગ કર્યો છે. જોકે 9.4 bhp નો પાવર અને 10.5 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં કંપનીએ બ્લૂટૂથ કનેક્ટિવિટી ફીચર્સને આપવામાં આવ્યા છે જોકે તે સમયે સેગ્મેંટમાં પહેલીવાર જોવા મળ્યું હતું. આ ઉપરાંત ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર કંસોલ, એસએમએસ અને કોલ એલર્ટ જેવા ફીચર્સ પણ તેને ખાસ બનાવે છે. 


કંપનીએ NTorq ના રેસ એડિશનને પણ રજૂ કર્યું છે. જેમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, યૂનિક કલર સ્કીમ અને ત્રણ નવા રંગોમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સ્કૂટર રેડ, બ્લેક અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. તેની કિંમત સ્ટાડર્ડ વેરિએન્ટથી 3,000 રૂપિયા વધુ છે. આ સ્કૂટરના ફ્રંટમાં ટેલેસ્કોપિક ફોર્ક સસ્પેંશન અને પાછળના ભાગમાં હાઇડ્રોલિક સસ્પેંશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


આ ઉપરાંત આગળના પૈડામાં ડિસ્ક બ્રેક અને પાછળના પૈડામાં ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ સ્કૂટર 50 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજ આપે છે. તેની કિંમત 59,152 રૂપિયાથી માંડીને 63,475 રૂપિયા સુધી છે. કંપની જલદી જ બજારમાં તેને બીએસ6 એંજીનથી અપડેટ કરી લોન્ચ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube