નવી દિલ્હીઃ ભારતમાં બુધાવારે સાંજે ટ્વિટરનું સર્વર ડાઉન થઈ ગયું, જેથી યૂઝરોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક કલાક કરતા વધુ સમય થયો છે અને ટ્વિટરનું સર્વર ડાઉન છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કરી રહ્યાં છે.  લોકોના ફોન, કમ્પ્યૂટર અને લેપટોપ સહિત અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો પર ટ્વિટરને રિફ્રેશ કરવા, નવું પેઝ ખોલવાની સાથે ટ્વિટર અને ટ્વીટડેક લોગઇનમાં સમસ્યાનો સામનો થઈ રહ્યો છે. આખરે રાત્રે 9.15 કલાકે ટ્વિટર ફરી કાર્ય કરતું થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે થશે આ સમસ્યાનું સમાધાન?
રિપોર્ટ આવી રહ્યો છે કે ભારતની સાથે મલેશિયા અને ઈન્ડોનેશિયા સહિત એશિયાના અન્ય દેશોમાં પણ ટ્વિટર યૂઝર્સને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે DownDetector નામની વેબસાઇટ પર જઈને આ મામલામાં રિપોર્ટ દાખલ કરાવી રહ્યાં છે. ટ્વિટર તરફથી હજુ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટર આ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી છે અને જલદી તેનું સમાધાન થઈ શકે છે. 


આ ડુપ્લિકેટ FAU-G ગેમ્સથી રહો સાવધાન, ભૂલથી પણ કરશો નહી ડાઉનલોડ


મીમ્સ બનાવી ફેસબુક પર શેર કરવા લાગ્યા લોકો
પહેલા પણ સમયે-સમયે ટ્વિટરનું સર્વર ડાઉન થતું રહ્યું છે અને થોડા સમય બાદ બધુ સામાન્ય થઈ જાય છે. હવે જે લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના સર્વર ડાઉન થયા બાદ ટ્વિટર પર પોતાનો ગુસ્સો અને દુખ વ્યક્ત કરી રહ્યાં હતા, તેને સમજાતું નથી કે હવે તે પોતાનું દુખ ક્યાં વ્યક્ત કરે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube