Twitter Blue Tick: ટ્વિટરની બ્લૂ ટીક સર્વિસ મેળવવાનો શું છે ફાયદો, જાણો શું છે નિયમ
Twitter Blue Tick: સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરની બ્લુ ટિક માટે તમારે કયા નિયમોનું ધ્યાન રાખવાનું છે તે તમે અહીં જાણી શકો છો. તમે તેના ફાયદા વિશે પણ જાણી શકો છો.
નવી દિલ્હીઃ ટ્વિટર લોગો બદલી દવામાં આવ્યો. બ્લ્યૂ બર્ડના લોગોના બદલે ડોગનો લોગો મુકી દેવામાં આવ્યો છે. આ લોગો બદલવાના કારણે શોસિયલ મીડિયામાં કેટલાય મીમ્સ બનાવામાં આવ્યા જે જોરદાર શેર થઈ રહ્યા છે. ટ્વિટરમાં થતા નવા નવા બદલાવો આવતા રહે છે ઘણા ટ્વિટર યૂઝર્સને ટ્વિટરના બ્લ્યૂ ટીક વિશેની જાણકારી હોતી નથી આવો અમે તમને એ જાણકારી આપીએ.
પહેલી એપ્રિલથી સભ્ય પદ વગર યૂઝર્સનું બ્લ્યૂ ટીક જતું રહેશે તેવી જાહેરાત થઈ હતી. આ બ્લ્યૂ ટીક ફરી મેળવવા માટે ટ્વિટર બ્લ્યૂનું સભ્ય પદ લેવું પડશે. હવે અમે તમને બતાનવીશું કે બ્લ્યૂ ટીકની સાથે તમને કઈ કઈ સર્વિસ મળી રહી છે. તેનો ચાર્જ શું છે અને આ સર્વિસ લેવાથી તમને શું ફાયદો થશે?
આ પણ વાંચોઃ Jio Recharge: આ છે જિયોના સૌથી સસ્તા પ્રીપેડ પ્લાન, માત્ર 149 રૂપિયાથી શરૂ કિંમત
ટ્વિટર બ્લ્યૂ ટીક હોય એટલે તે સમજી લેવાનું કે તમારું ટ્વિટર એકાઉન્ટ ટ્વિટરે વેરીફાઈડ કરેલું છે. બ્લ્યૂ ટીક હશે તો તમને 60 મિનિટ સુધીના લાંબા વીડિયો પાસ્ટ કરવાની મંજૂરી મળી જશે. તમને ટ્વિટરના એડિટ ઓપ્શનની સાથે તમે જે ટ્વિટ્સ સાથે ઈન્ટરેક્ટ કરો છો તેના જવાબોને પ્રાથમિકતા આપવાની સગવડ મળે છે. આ સિવાય SMSના માધ્યમથી ટૂ-ફેક્ટર ઑથેંટિકેશન તમને મળી શકે છે. જેનાથી તમારુ ટ્વિટર એકાઉન્ટ વધુ સુરક્ષિત થઈ જાય છે.
બ્લ્યૂ ટીક મેળવવાના નિયમ
તમારું ટ્વિટર એકાઉન્ટ ઓછામાં ઓછું 90 દિવસ જુનુ હોવું જોઈએ છેલ્લા 30 દિવસથી સક્રિય હોવું જોઈએ. આમાં એક ડિસ્પ્લે નામ અને પ્રોફાઈલ પિક્ચર હોવી જોઈએ આ ઉપરાંત એક કન્ફોર્મ મોબાઈલ નંબરની સાથે યૂઝર્સ નેમ પણ હોવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube