સેન ફ્રાંસિસ્કો: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરએ સ્વિકાર કર્યો છે કે બગના કારણે લગભગ 30 લાખ યૂઝરના ડાયરેક્ટર મેસેજ (ડીએમ) ત્રીજા પક્ષ એપ ડેવલપર્સની પાસે જતાં રહ્યાં છે. ટ્વિટરએ જણાવ્યું હતું કે બગ મે 2017થી સક્રિય હતી અને કેટલાક કલાકની તપાસ બાદ 10 સપ્ટેમ્બરે આ સમસ્યાને દુર કરવામાં આવી હતી. તેથી અજાણતા ડેટાને ખોટા ડેવલપરને મોકલવા પર પ્રતિબંધ મૂક્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: Googleને તેની આ પોલિસી કર્યો ફેરફાર, Paytmએ કરી હતી ફરિયાદ


ટ્વિટરે શનિવારે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે, બગથી ટ્વિટર પર એક ટકાથી ઓછા લોકો પ્રભાવિત થયા હતા. બગના કારણે કેટલાક સંવાદ અજાણતામાં બીજા રજિસ્ટર્ડ ડેવલપરને જતા રહ્યા હતા. વર્તમાનમાં ટ્વિટરના 33.6 કરોડ યૂઝર છે અને તેના એક ટકા એટલે કે 30 લાખ લોકો પ્રભાવિત થયા હતા.


ગૂગલ પ્લે સ્ટોરમાં સંતાયેલું હોઈ શકે છે સ્માર્ટફોનને ડેમેજ કરતું માલવેયર!


ટ્વિટર લાઇટ એપ હવે ભારતમાં ઉપલબ્ધ
ટ્વિટરે હાલમાં જ પોતાની ડેટા-ફેન્ડલી ટ્વિટર લાઇટ એન્ડ્રોઇડ એપને 21 દેશોમાં ઉપલબ્ધ કરી છે. જેમાં ભારતનું નામ પણ શામેલ છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. તેને 2G અને 3G નેટવર્કને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેનો ઉપયોગ દેશના ઘણા વિસ્તારોમાં ઉપયોગ કરવામા આવી રહ્યો છે. આ ડેટા અને સ્પેસ બન્નેની બચત કરે છે અને લો નેટવર્કમાં પણ ઝડપી કામ કરે છે.