Tiwtter Blue Ticks: ઈલોન મસ્કને આપ્યો ઝટકો, આજથી ટ્વિટર પર નહીં જોવા મળશે ફ્રી બ્લુ ટિક, કંપનીએ બંધ કરી સેવા. ઈલોન મસ્ક પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યા છે. 12 એપ્રિલે ટ્વિટરના બોસે કહ્યું હતું કે ફ્રી સર્વિસ 20 એપ્રિલથી બંધ થઈ જશે. એટલે કે જેઓ મફતમાં બ્લુ ટિક લે છે તેમનું વેરિફિકેશન સમાપ્ત થઈ જશે. જો તમને બ્લુ ટિક જોઈતી હોય તો તમારે તેના માટે પૈસા ચૂકવવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લુ ટિક માટે પેઇડ સબસ્ક્રિપ્શન ચાર્જ (લગભગ રૂ. 650) ચૂકવવો પડશે. લેગસી વેરિફાઈડ એકાઉન્ટને જૂનું બ્લુ ટિક એકાઉન્ટ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા પછી, હવે ફક્ત બ્લુ સબસ્ક્રિપ્શન ખરીદનારા વપરાશકર્તાઓને જ બ્લુ ટિક મળશે. અગાઉ આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો ન હતો, પરંતુ જ્યારથી મસ્ક ટ્વિટરના નવા બોસ બન્યા છે ત્યારથી તેણે તેમાં ઘણા ફેરફારો કર્યા છે. બિલ ગેટ્સના ખાતામાંથી પણ બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું છે. ગેટ્સ હોય કે સલમાન ખાન આજે સવાર પડતાની સાથે બધાનું જીવન મસ્કના એક નિર્ણયથી બદલાઈ ગયું.




 



 


એલોન મસ્ક 12 એપ્રિલે જાહેરાત કરી હતી:
એલોન મસ્કએ 12 એપ્રિલે સ્પષ્ટ કર્યું હતું કે 20 એપ્રિલથી ફ્રી વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. જો તેઓ તેને સબ્સ્ક્રાઇબ કરે છે, તો તે ઠીક છે, અન્યથા તેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે.
 



 


વેબ પર ટ્વિટર બ્લુનો માસિક ચાર્જ 650 રૂપિયા છે:
તમને જણાવી દઈએ કે વેબ પર ટ્વિટર બ્લુનો માસિક ચાર્જ 650 રૂપિયા છે, જ્યારે વાર્ષિક પ્લાનની વાત કરીએ તો તમારે આ માટે 6,800 રૂપિયા ખર્ચવા પડશે. એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સે 900 રૂપિયા માસિક ચાર્જ ચૂકવવો પડશે.