અઠવાડિયામાં માત્ર 7 વખત જમે છે Twitterના CEO, રોજ 2 કલાક કરે છે ધ્યાન
ટ્વીટરના સીઈઓ જૈક ડોર્સીએ પોતાના ભોજનની આદતોનો ખુલાસો કરતા કહ્યું કે, તેઓ સપ્તાહમાં સાત વખત ભોજન કરે છે.
સૈન ફ્રાન્સિસ્કોઃ સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વીટરના સીઈઓ જૈક ડોર્સીએ પોતાના ભોજનની આદતોનો ખુલાસો કરતા કહ્યું કે, તે સપ્તાહમાં સાત વખત ભોજન કરે છે, જેમાં માત્ર રાતનું ભોજન સામેલ છે. વાયર્ડની સાથે એક યૂટ્યૂબ ઈન્ટરવ્યૂમાં બુધવારે ડોર્સીએ આગળ કહ્યું કે, તેમની અલગ જીવનશૈલીની લાંબી યાદીમાં અન્ય વાતો પણ સામેલ છે.
તેઓ દરરોજ બરફના પાણીથી સ્નાન પણ કરે છે. ટ્વીટરના સીઈઓ ડોર્સી વિપશ્યના ધ્યાન અને ઇન્ટરમિટેન્ટેટ ફાસ્ટિંગ (રોકાઈ-રોકાઈને ભોજન કરવું) પણ કરે છે. તો ડિનરમાં માછલી, ચિકન, સ્ટીક્સ અને લીલા શાકભાજી લે છે. માર્ચ મહિનામાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તે ડેઝર્ટમાં બૈરીજ અને ડાર્ક ચોકલેટ લે છે. એટલું જ નહીં તેઓ દરરોજ બે કલાક ધ્યાન પણ કરે છે.
પરંતુ તેમણે તે વાતની ખાતરી કરતા કહ્યું કે, તેઓ બરફના પાણીથી સ્નાન કરે છે, પરંતુ દરરોજ નહીં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube