વોશિંગ્ટન: હાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. દિનપ્રતિદિન નવી નવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે. ત્યારે આ આધુનિક યુગમાં અભિવ્યક્તિની રીતભાત પણ બદલાઈ ગઈ છે. એવામાં સોશિયલ મીડિયા હાલ દુનિયાભરમાં અભિવ્યક્તિનું સૌથી પાવરફૂલ માધ્યમ બની ગયું છે. જેનો કોઈ જ પર્યાય નથી. અને હવે લાંબા સમય સુધી સોશિયલ મીડિયા જ આ મામલામાં અવ્વલ રહેશે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમો ઉપલબ્ધ છે. પણ જો હાલના સમયમાં સૌથી પાવરફૂલ માધ્યમની વાત કરીએ તો એ છે ટ્વીટર. ત્યારે ટ્વીટર હવે તેની પોલીસીમાં કરી રહ્યું છે બદલાવ. ટ્વીટરના માલિક એલોન મસ્કે કરી ટ્વીટરની નવી પોલિસીની જાહેરાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલોન મસ્કએ શુક્રવારે નવી ટ્વિટર પોલિસીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ટ્વિટરની નવી નીતિ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ રિચની સ્વતંત્રતા નથી. તેમણે કહ્યું કે ટ્વિટર અપ્રિય ભાષણ અથવા નકારાત્મક સામગ્રી ધરાવતી ટ્વીટનો પ્રચાર કરશે નહીં. મસ્કે ટ્વિટ કર્યું, ‘નવી ટ્વિટર પોલિસીમાં બોલવાની સ્વતંત્રતા છે, પરંતુ પહોંચની સ્વતંત્રતા નથી. નેગેટિવ ટ્વીટને ડિમોનેટાઇઝ કરવામાં આવશે. તેનાથી ટ્વિટર પર કોઈ જાહેરાત અથવા અન્ય આવક થશે નહીં. આ સાથે ટ્વિટરે અમેરિકન કોમેડિયન કેથી ગ્રિફીન અને પ્રોફેસર જોર્ડન પીટરસનના એકાઉન્ટ રિસ્ટોર કર્યા છે. મસ્કે કહ્યું કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ખાતું હજુ સુધી રિસ્ટોર કરવામાં આવ્યું નથી. મસ્કે પોતે ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી.

 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube