નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)ની અસર આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં એટલી હદે છવાઇ છે કે હવે કોઇ પણ સાવધાની વર્તવા માંગે છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter)એ કોરોના વાયરસથી બચવ માટે એક નક્કર પગલું ભર્યું છે. કંપની આખી દુનિયામાં આવેલી ઓફિસોમાં કામ કરી રહેલા કર્મચારીઓને કહ્યું છે કે ઓફિસ જવાની જરૂર નથી. તમામ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તે પોતાના ઘરથી જ કામ કરે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5000 કર્મચારીઓને મળી સલાહ
મંગળવારે ટ્વિટરે પોતાના તમામ કર્મચારીઓને મોકલેલા મેલમાં લખવામાં આવ્યું છે કે અમે તમને સલાહ આપીએ છીએ કે ઓફિસનું કામ ઘરેથી જ કરે. તમારે નોકરી માટે હાલ ઓફિસ આવવાની જરૂર નથી. ટ્વિટરના એચઆર વિભાગના હેડ જેનિફર ક્રિસ્ટીએ કહ્યું કે અમે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યા છીએ. આ કડીમાં અમે દુનિયાભરમાં અમારા સ્ટાફને ઘરેથી કામ કરવાની સલાહ આપી છે.  


તમને જણાવી દઇએ કે ટ્વિટરના હોંગકોંગ, જાપાન અને દક્ષિણ કોરિયાના તમામ કર્મચારીઓને પહેલાંથી જ ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ હવે આખી દુનિયામાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને જોતાં કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. લોકોનું કહેવું છે કે ટ્વિટર, ફેસબુક, (Facebook) અથવા ગૂગલ (Google) જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં કર્મચારી સતત એક દેશથી બીજા દેશ યાત્રા કરે છે. એવામાં વાયરસ ઓફિસ આવવાની સંભાવના છે. ટ્વિટરે લોકોમાં તેની અસરને ઓછી કરવા માટે આ નિર્ણય લીધો છે. 


ઉલ્લેખનીય છે કે ફક્ત યૂરોપમાં જ લગભગ 3000થી વધુ કોરોના વાયરસ સંક્રમણના કેસ નોંધાયા છે. અત્યાર સુધી આખી દુનિયામાં વાયરસના લીધે લગભગ 3,119 લોકોએ જીવ ગુમાવ્યો છે. સાથે જ લગભગ 90933 લોકો સંક્રમિત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube