Twitter spam accounts: માથાનો દુખાવો બન્યા સ્પામ એકાઉન્ટ, ટ્વિટર દરરોજ હટાવે છે 10 નકલી ખાતા
Twitter Spam Accounts: ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ટ્વિટર પર સ્પામ એકાઉન્ટ્સને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદથી ટ્વિટર ખરીદવાનો સોદો અટકી ગયો છે. ત્યારબાદથી ટ્વિટરના અધિકારી ફેક અને સ્પામ એકાઉન્ટ્સને લઇને ગંભીર છે. દરરોજ લાખોની સંખ્યામાં સ્પામ એકાઉન્ટ્સ હટાવવામાં આવી રહ્યા છે.
Twitter Spam Accounts: ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ લોકો માટે મુસીબત બની બન્યા છે. આ નકલી એકાઉન્ટના કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ પરેશાન છે. ટ્વિટરના અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે તે દરરોજ 10 લાખથી વધારે સ્પામ એકાઉન્ટને પ્લેટફોર્મથી હટાવી રહ્યું છે.
માઇક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર દુનિયાભરના લોકો એકબીજા સાથે જોડાયેલા છે અને સૂચનાઓ શેર કરી રહ્યા છે. ટ્વિટર પર વધી રહેલા નકલી એકાઉન્ટને લઇને આ પ્લેટફોર્મ શરૂથી જ સતર્કતા વર્તી રહ્યું છે. તેથી યોગ્ય એકાઉન્ટ્સને ચિન્હિત કરી તેમને વેરીફાય કરે છે અને બ્લૂ ટિક આપે છે.
ટ્વિટર ખોટી જાણકારીઓ શેર કરનારા નકલી એકાઉન્ટ્સની ઓળખ કરી તેમને ડિલીટ કરતું રહે છે. તમને જણાવી દીએ કે, ગત મહિને દુનિયાના સૌથી વધુ ધનિક શખ્સ એલન મસ્કે ટ્વિટરને ખરીદવાની રજૂઆત કરી હતી. તેના માટે 44 અબજ અમેરિકન ડોલરમાં સૌદો નક્કી કરવાની વાત કરી હતી. પરંતુ પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટને લઇને બંને પક્ષોમાં મતભેદ બાદ સોદો અટકી ગયો છે.
ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ટ્વિટરને જણાવ્યું હતું કે જો કંપની પ્લેટફોર્મ પર દૈનિક એક્ટિવ યુઝર્સમાંથી 5 ટકાથી ઓછા ઓટોમેટિક સ્પામ એકાઉન્ટ્સ છે તો સોદો થઈ શકશે નહીં. એલન મસ્કે સ્પામ બોટ્સને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદથી ટ્વિટરના અધિકારી ફેક અને સ્પામ એકાઉન્ટ્સને લઇને ગંભીર છે.
ટ્વિટરના અધિકારીઓએ ગુરુવારના જણાવ્યું કે ફરી એકવાર એક મિલિયન સ્પામ એકાઉન્ટ્સને હટાવાયા છે. ટ્વિટરે કહ્યું કે નકલી એકાઉન્ટ્સને હટાવવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે અને દરરોજ સ્પામ એકાઉન્ટ્સ હટાવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે દર ક્વાર્ટરમાં સ્પામ એકાઉન્ટ્સ તેમના એક્ટિવ યુઝર્સમાંથી 5 ટકાથી ઓછા રહે છે.
ટ્વિટરે જણાવ્યું હતું કે તે કેટલા એકાઉન્ટ્સ સ્પામ છે તે નક્કી કરવા માટે તેઓ યુઝર્સના IP એડ્રેસ, ફોન નંબર, લોકેશન અને એકાઉન્ટ પર એક્ટિવ થયા બાદ તેમના વર્તન સહિત જાહેર અને ખાનગી ડેટાની સમીક્ષા કરે છે. આ એકાઉન્ટની વાસ્તવિકતા અને સ્પામ હોવાનું દર્શાવે છે, ત્યારબાદ આવા એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube