બ્રાઝિલ અને ઇટલી બાદ ભારતમાં શરૂ થશે આ ખાસ ફીચર, Twitter યૂઝર્સ કરી રહ્યા હતા માંગ
ટ્વિટરએ મંગળવારે કહ્યું કે તે જલદી ભારતમાં પોતાનું `ફ્લીટ્સ` ફીચર શરૂ કરશે. બ્રાઝિલ અને ઇટલી બાદ ભારત દુનિયામાં ત્રીજો એવો દેશ હશે જ્યાં કંપની પોતાનું આ ફીચર રજૂ કરશે.
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) ઉપયોગ કરનાર ગત કેટલાક વર્ષોથી એક નવા ફિચર્સની માંગ કરે રહ્યા છે. હવે તેમની માંગ પર ધ્યાન આપતાં ટ્વિટરે આ ફીચર ભારતમાં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે જલદી ભારતીય ટ્વિટર યૂઝર આ ફીચરનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે.
લોન્ચ થશે Fleets ફીચર
ટ્વિટરએ મંગળવારે કહ્યું કે તે જલદી ભારતમાં પોતાનું 'ફ્લીટ્સ' ફીચર શરૂ કરશે. બ્રાઝિલ અને ઇટલી બાદ ભારત દુનિયામાં ત્રીજો એવો દેશ હશે જ્યાં કંપની પોતાનું આ ફીચર રજૂ કરશે.
આ છે ફ્લીટ્સ ઉપયોગ કરવાનો ફાયદો
ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું કે તેનાથી વપરાશકર્તા એવું કન્ટેન્ટ શેર કરી શકશે જે 24 કલાકમાં ગાયબ થઇ જશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ફ્લીટ્સને રીટ્વિટ કરી શકાશે નહી. ના તો તેના પર લાઇક અથવા સાર્વજનિક ટિપ્પણી કરી શકાશે. જો કોઇ આ પ્રકારે સંદેશા પર પ્રતિક્રિયા આપવા માંગે છે તો તે વપરાશકર્તાને સીધો ઇનબોક્સમાં સંદેશ મોકલીને વાતચીત ચાલુ રાખી શકે છે.
તમને જણાવી દઇએ કે ભારતમાં આ એપ્પલ (Apple) ના આઇઓએસ અને ગૂગલ એંન્ડ્રોઇડ બંને માટે ઉપલબ્ધ હશે. આ ફેસબુક (Facebook) અને ઇંસ્ટાગ્રામ (Instagram)ના 'સ્ટોરી' ફીચરની માફક રહેશે. કંપનીના જણાવ્યા અનુસાર લોકોને કોઇ ફ્લીટના સામુદાયિક નિયમોને અનુરૂપ ન હોવા પર ફરિયાદ કરવાની સુવિધા પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube