ટ્વિટર વધુ એક સુવિધા માટે પૈસા વસૂલશે, એકાઉન્ટ સલામત રાખવું મફત નહીં રહે
20 માર્ચ બાદ ટ્વિટરની ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનના ઉપયોગની સુવિધા બધાને મફતમાં નહીં મળે. આ સુવિધા ફક્ત પેઈડ સબસ્ક્રાઈબર્સને જ મળશે. જે યુઝર્સે પૈસા આપીને બ્લૂ ટિક ખરીદી છે, તેમને જ આ સુવિધા મળશે.
ઝી બ્યુરો/નવી દિલ્હી: ટ્વિટર પર બ્લૂ ટિક માટે ચાર્જ નક્કી કર્યા બાદ હવે ટ્વિટર યુઝરનું એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે પણ યુઝર પાસેથી ચાર્જ વસૂલશે. 20 માર્ચ બાદ આ સુવિધા મફતમાં નહીં મળે.
હાથ પર બચકું ભર્યાનું નિશાન, મોબાઈલ ફોર્મેટ કરેલો, અઘટિત થયું હોવાની પરિવારને શંકા!
20 માર્ચ બાદ ટ્વિટરની ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનના ઉપયોગની સુવિધા બધાને મફતમાં નહીં મળે. આ સુવિધા ફક્ત પેઈડ સબસ્ક્રાઈબર્સને જ મળશે. જે યુઝર્સે પૈસા આપીને બ્લૂ ટિક ખરીદી છે, તેમને જ આ સુવિધા મળશે. જેને જોતાં હવે યુઝર માટે પોતાનું ટ્વિટર એકાઉન્ટ સુરક્ષિત રાખવું પડકારજનક બન્યું છે. કેમ કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કોઈ પણ ટ્વિટર એકાઉન્ટની સુરક્ષા માટે જરૂરી હોય છે.
હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન શું છે?
આ ટૂલ ટ્વિટર એકાઉન્ટને પાસવર્ડ ઉપરાંત પણ એક સિક્યોરિટી લેયર પૂરું પાડે છે. જેનાથી કોઈનું પણ એકાઉન્ટ હેક કરવું મુશ્કેલ બની જાય છે. તેનો ઉપયોગ કરનારા યુઝર્સને ટ્વિટરનો ઉપયોગ કરતી વખતે મોબાઈલ પર મેસેજ કે ઈમેઈલ આવે છે. ટ્વિટરનું કહેવું છે કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનનો હેકર્સ દુરુપયોગ કરે છે.
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
ટ્વિટરે પહેલાં જ બ્લૂ ટિક સબસ્ક્રીપ્શન માટે 11 ડોલરની ફી નક્કી કરી હતી. હવે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનની સુવિધા ફક્ત બ્લૂ ટિક સબસ્ક્રીપ્શનવાળા યુઝર્સને જ મળશે. જેમની પાસે પહેલાથી જ આ સુવિધા છે, તેમને હાલનાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને ડિસેબલ કરીને નવાને એક્ટિવ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવશે.