નવી દિલ્હી: ટ્વિટર (Twitter) તમને પોતાના વિચારોને રાખવાની આઝાદી આપે છે. આ પ્લેટફોર્મ પર તમે પોતાના દિલની વાતોને ખુલીને રાખી શકે છે. પરંતુ આ દરમિયાન ટ્વિટરએ કહ્યું છે કે એક ખાસ પ્રકારના મેસેજને લખવાથી બચો. કંપની આ મુદ્દે આટલી ગંભીરતા બતાવી રહી છે કે આવી પોસ્ટ લખવા પર ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) પણ બંધ કરવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂલથી પણ ન લખો આવા મેસેજ
ટ્વિટરે યૂઝર્સે કહ્યું કે પોતાની પોસ્ટમાં કોઇપણ વ્યક્તિની મરવાની પ્રાર્થના કરવી (Hope for death) જેવી ટ્વીટ કરવાનું ટાળો. કંપનીએ યૂઝર્સને ચેતાવણી આપી છે કે કોઇ વ્યક્તિ માટે બિમારીથી મરવા અથવા શારીરિક નુકસાન વિશે લખવા વિરૂદ્ધ સખત કાર્યવાહી થઇ શકે છે. કંપની એવા યૂઝર્સ એકાઉન્ટને હંમેશા માટે બંધ કરી શકે છે. આ બાબત કંપની તરફથી ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. 


ડોનાલ્ડ ટ્રમ્પ કેસ બાદ લેવામાં આવ્યો નિર્ણય
જાણકારોનું કહેવું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને તેમની પત્નીને કોરોના સંક્રમિત થયા બાદ ટ્વિટર પર ઘણા યૂઝર્સ તેમની આ બિમારીથી મરવાની કામના કરતી ટ્વીટ પોસ્ટ કરી રહી છે. ટ્વિટર પર શબ્દ ટ્રેન્ડ પણ કરી રહ્યા છે કે ટ્વિટરએ યૂઝર્સને ચેતાવણી આપી છે કે કોઇપણ વ્યક્તિની મરવાની પ્રાર્થના કરનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી થશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube