માર્કેટમાં આવી ગઈ બે ટાયરવાળી કાર! ટેસ્ટ ડ્રાઈવ તો લઈને જુઓ, બધી ગાડીઓને ભૂલી જશો!
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, તમારી બાઈક પર એવી હોય જેમાં મ્યુઝિક સિસ્ટમ, વિન્ડ સ્ક્રીન અને છત્ત પણ હોય છે. જી હા આ પ્રકારની એક બાઈક ઘણા વર્ષો પહેલાથી જ આવેલી છે, જેનું નામ છે Adiva AD 200.
નવી દિલ્લીઃ અત્યાર સુધી તમે યુવાનોને બાઈકને મોડિફાઈ કરતા જોયા હશે, કેટલાક લોકોએ સ્પોર્ટ્સ બાઈક ખરીદીને મોડિફાઈ પણ કરાવી હશે, પરંતુ આજે અમે તમને એક એવી બાઈક વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેના વિશે ઘણા ઓછા લોકો જાણકાર હશે. આ ટી વ્હીલરમાં કારના તમામ ફિચર્સ આપવામાં આવ્યા છે. હાલના સમયમાં યુવાનો નવા ફીચર્સની બાઈક લેવાનો શોક ધરાવતા હોય છે. કેટલાક યુવાનો પોતાની જુની બાઈકને મોડિફાઈ કરાવતા પણ જોવા મળે છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, તમારી બાઈક પર એવી હોય જેમાં મ્યુઝિક સિસ્ટમ, વિન્ડ સ્ક્રીન અને છત્ત પણ હોય છે. જી હા આ પ્રકારની એક બાઈક ઘણા વર્ષો પહેલાથી જ આવેલી છે, જેનું નામ છે Adiva AD 200.
વ્હીકલ કોઈ પણ હોય, સૌથી પહેલા તેના એન્જિનની જ ચર્ચા થતી હોય છે... Adiva AD 200 બાઈકમાં 171cc સિંગ્લ સિલેન્ડર 4 સ્ટ્રેઈક એન્જિન છે. જે 15.8hpનું પાવર અને 15.3nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. લિક્વિડ કૂલ્ડ એન્જિનની આ કારનું વજન 172 કિલોગ્રામ છે.
સ્પોર્ટ્સ કારના ફિચર-
Adiva AD 200 બાઈકમાં કંપની તરફથી જે છત્ત આપવામાં આવે છે, તેને ફોલ્ડ કરીને પાછળની ડિક્કીમાં બંધ કરી શકાય છે. આ બાઈકના હેન્ડલની નીચે કારની જેમ ડેશબોર્ડ પણ છે. જેમાં મ્યૂઝિક સિસ્ટમ માટે જગ્યા, બન્ને તરફ AC અને સ્પીકર અપાયા છે. આ બાઈકમાં પાછળ બેસતા વ્યક્તિ માટે કેપ્ટન સીટ મળતી હોય છે, જેમાં હેન્ડરેસ્ટ અને આર્મ રેસ્ટ પણ આપવામાં આવે છે. આ બાઈકમાં કારની જેમ સિગરેટ લાઈટર, વિન્ડ સ્ક્રીન અને કાંચને સાફ કરવા માટે વાઈપર પણ આપવામાં આવે છે. કારનો એવી કોઈ જ ફીચર હશે જે આ વિદેશી બાઈકમાં આપવામાં આવ્યું નથી...
વિદેશમાં બાઈકની ડિમાન્ડ-
AdivA કંપનીએ આ બાઈકનું અપડેટ વર્જન Adiva AD1 200 પણ લોન્ચ કર્યુ છે. આ બાઈકમાં આગળ બે ટાયર અને પાછળ એક ટાયર આપવામાં આવ્યું છે. બાઈકમાં આપવામાં આવેલા ત્રણ ટાયરથી રસ્તા પરની પકડ વધુ મજબૂત થાય છે. હાલમાં આ બાઈકનું યૂરોપ અને જાપાનની ઓટો માર્કેટમાં ધૂમ વેચાણ છે, ભારતમાં આ બાઈકને ચલાવવા માટે ઈમ્પોર્ટ કરવું પડે છે.