નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2022-2023નું બજેટ રજૂ કરી દીધું છે. જેમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બજેટમાં કેન્દ્રીય નાણામંત્રીએ જાહેરાત કરી કે જલદી ભારતીય નાગરિકોને વિદેશ યાત્રા કરવા માટે ઈ-પાસપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય નાગરિકોને મળશે ઈ-પાસપોર્ટસ
સાધારણ પાસપોર્ટનું કામ કરવા માટે આ વર્ષે ભારતીય નાગરિકોને ઈ-પાસપોર્ટ જારી કરી દેવામાં આવશે, જે એન્બેડેડ ચિપ્સ અને ફ્યૂચરિસ્ટિક તકનીક સાથે આવશે. આ ઈ-પાસપોર્ટમાં માઇક્રોચિપ્સ લાગેલી હશે જેમાં જરૂરી સિક્યોરિટી ડેટા સ્ટોર કરવામાં આવશે. હાલ ભારત પોતાના નાગરિકોને માત્ર પ્રિન્ટેડ પાસપોર્ટ્સ આપે છે. 


શું છે આ ઈ-પાસપોર્ટ્સ
જો તમે વિચારી રહ્યાં છે કે આ ઈ-પાસપોર્ટ્સ શું હોય છે તો અમે તમને જણાવી દઈએ કે ઈ-પાસપોર્ટ્સ સાધારણ પ્રિન્ટેડ પાસપોર્ટથી વધુ અલગ નથી, બસ સાધારણ પાસપોર્ટથી વધુ સુરક્ષિત છે. આ કારણથી ઈ-પાસપોર્ટ તે તમામ માહિતીને એક ચિપમાં રાખશે જે એક સાધારણ પાસપોર્ટમાં છપાયેલી હોય છે, જેમ તમારૂ નામ, તમારૂ સરનામું, જન્મ તારીખ વગેરે. 


આ પણ વાંચોઃ Budget 2022: બજેટ બાદ મોબાઇલ ફોન ચાર્જર સહિત આ વસ્તુ થઈ સસ્તી, જાણો શું થયું મોંઘું!  


ઈ-પાસપોર્ટના ફીચર્સ
ઈ-પાસપોર્ટના ફીચર્સની વાત કરીએ તો પાસપોર્ટમાં ફિટ કરવામાં આવેલી ચિપ તે વ્યક્તિ વિશે તમામ જાણકારી સ્પોટ કરશે, જેનો આ પાસપોર્ટ છે. આ ઈ-પાસપોર્ટ 64 કિલોબાઇટ્સની સ્ટોરેજ સ્પેસ અને એક રેક્ટેંગ્યૂલર એન્ટીના સાથે આવશે જે પાસપોર્ટમાં જ એમ્બેડેડ હશે. આ ચિપ પાસપોર્ટની પાછળ ફિટ કરવામાં આવસે. શરૂઆતમાં આ ચિપમાં પાસપોર્ટ હોલ્ડરની પ્રથમ 30 આંતરરાષ્ટ્રીય સફરો વિશે તમામ જાણકારી હશે અને પછી બાદમાં આ પાસપોર્ટમાં હોલ્ડરની તસવીર અને તેની બાયોમેટ્રિક જાણકારી પણ હાજર રહેશે. 


તમને જણાવી દઈએ કે ઈ-પાસપોર્ટનું ચલણ વિશ્વના 120 દેશોમાં પહેલેથી જ છે, જેમાં જર્મની, યુકે, યુએસ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube