ક્રિતિકા જૈન, અમદાવાદઃ વર્ષ 2020 પૂર્ણતાને આરે છે, આખુય વર્ષ કોરોના કાળ તરીકે ઈતિહાસના પન્નાઓ પર કાળા અક્ષરે અંકિત થઈ ગયું છે. જોકે, આ કપરી સ્થિતિમાં પણ દુનિયાભરમાં ટેકનોલોજી અને નવા ટ્રેન્ડ સતત ચર્ચા જગાવતા રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેક્નોલોજી ક્ષેત્રે અવનવી શોધ અને ગેજેટ સ્વરૂપે માર્કેટમાં આવેલી અવનવી પ્રોડક્ટ ચર્ચામાં રહી. જેમાં દરવર્ષે અવનવા ગેજેટ્સ પણ માર્કેટમાં આવતા હોય છે. આજના યુગમાં કલ્પના પણ ન કરી હોય એવી ટેક્નોલાજી વિકાસ પામી રહી છે. જેમકે, મોબાઈલની મદદથી ઘર હોય કે ઓફિસ કોઈ પણ જગ્યાની લાઈટ, પંખા કે અન્ય સાધનોને ઓપરેટ કરી શકાય છે. સ્પીકર અને માઈકવાળા સનગ્લાસ, થીયેટર જેવો અનુભવ કરાવતા VR હેડસેટ, નાની સ્માર્ટ પાવરબેંક, પોકેટ કેમેરા, આંગળીમાં પહેરી શકાય તેવું અનોખું ફિંગર ફિટ કે જેનો ઉપયોગ ફોનનો ઉપયોગ કર્યા વગર ફોન પર વાત કરવા માટે થઈ શકે. આવી એકથી એક અચંબિત કરતી ટેક્નોલોજી માર્કેટમાં આવી ચૂકી છે. ત્યારે આનાથી પણ વિશેષ  અને અપડેટેડ ગેજેટ્સ કે જે માર્કેટમાં આવ્યા હોય તેવા યુનિક ગેજેટ્સની તમામ માહિતી તમને અહીં મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. SMART SUNGLASSES


smart sunglasses / orcammyeye 2/ focals: સનગ્લાસનું કામ તો સૌકોઈ જાણે જ છે અને બધાની પાસે હોય જ છે. પરંતુ સ્માર્ટ સનગ્લાસ પણ હોય છે તેવું ભાગ્યે જ લોકોને ખબર હશે. અને તેમાં પણ આ સનગ્લાસ માત્ર કેમેરા તરીકે કામ નથી કામ કરતું પણ સાથે જ મેસેજ પણ બતાવે છે. તમારુ લોકેશન પણ બતાવે છે અને કોઈ પણ વસ્તુને સ્કેન કરી તેની માહિતી પણ તરત જ તમારી સામે હાજર કરી દે છે. લોકો સ્માર્ટ હોઈ શકે પરંતુ સનગ્લાસ પણ આટલા સ્માર્ટ હોય તેવું તો માત્ર ટેક્નોલોજી જ કરી શકે. 


[[{"fid":"297723","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mask1.jpg","field_file_image_title_text[und][0][value]":"mask1.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mask1.jpg","field_file_image_title_text[und][0][value]":"mask1.jpg"}},"link_text":false,"attributes":{"alt":"mask1.jpg","title":"mask1.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


2.CLIU FACE MASK


કોરોનાકાળમાં અવનવી સ્ટાઈલના માસ્ક માર્કેટમાં આવ્યા છે. પરંતુ તમામ માસ્કમાં મૂશ્કેલી એ જ છે કે, ખાવા-પીવા માટે માસ્ક કાઢવું પડે છે. પરંતુ હવે માર્કેટમાં એક નવી સ્ટાઈલનું ટેક્નોલોજી સાથે સંકળાયેલુ માસ્ક માર્કેટમાં આવ્યું છે. આ માસ્કની ખાસીયત એ છે કે, ખાવા-પીવા માટે માસ્ક કાઢવું નહી પડે. માત્ર આગળના પ્લાસ્ટિકને ખોલીને તમે ખાઈ-પી શકો છો. સાથે જ તેમાં ઈનબિલ્ડ બ્લુટુથ આવેલું છે. જેને ફોન સાથે કનેક્ટ કરતા તમારા લોકેશન વિશેની માહિતી મેળવી શકાય છે. આ માસ્કમાં એક્ટિવ કાર્બન ફિલ્ટર છે જેથી બહારનું પોલ્યુશન અંદર ન જઈ શકે અને વારયસથી પણ સુરક્ષા મળી રહે. આ માસ્ક વજનમાં હળવુ અને ફ્લેક્સિબલ છે. આની ફ્રેમ પણ મેગ્નેટિક છે. આ આરપાર માસ્કથી તમારા હાવભાવ પણ જોઈ શકાય છે.



3.SELPIC: The World’s Smallest Handheld Printer


ટેક્નોલોજી ક્ષેત્રે એક એવુ પ્રિન્ટર દુનિયામાં આવ્યું છે કે જે સૌથી નાનું તો છે પણ સાથે-સાથે આ પ્રિન્ટરની મદદથી ગમે તે વસ્તુ પર પ્રિન્ટ કરી શકાય. દિવાલ, કપડા, સ્કિન, નોટબુક જેવી ગમે તે વસ્તુ પર ગમે ત્યારે પ્રિન્ટ કરી શકાય છે. સાથે જ આ પ્રિન્ટરની ઈંક તો બ્લેક છે પરંતુ લખાણની આસપાસ કલરફુલ બોક્સ દોરી શકાય તે માટે 8 કલરની ઈંક પણ છે. આ પ્રિન્ટરની સાઈઝ એટલી નાની છે કે તેને પોકેટમાં પણ મુકી શકાય છે. આ પ્રિન્ટરનો ઉપયોગ કરવા માટે તેની એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની હોય છે. ત્યારબાદ મોબાઈલ અને પ્રિન્ટરને WI-FIથી કનેક્ટ કરી શકાય છે. આ પ્રિન્ટરની મદદથી એકથી વધારે ભાષામાં પ્રિન્ટ કરી શકાય છે. આ પ્રિન્ટરમાં સ્પીચ ટુ ટેક્સટની સુવિધા પણ છે.



2021માં આ સ્માર્ટફોન પર કામ નહી કરે WhatsApp, બચવા માટે તાત્કાલિક કરો આ કામ


4. NANOLEAF SHAPES KIT


Nanoleaf Shapes Kitમાં આવેલી તમામ લાઈટને એકબીજા સાથે કનેક્ટ થાય તે રીતે દિવાલ પર ગમે તે ડિઝાઈન આપી લગાવી શકાય છે. સ્માર્ટ ઘરમાં આવી સ્માર્ટ લાઈટ એક ડિઝાઈનર લુક આપે છે. આ મોડ્યુલર એલઇડી લાઇટ પેનલ્સ, ટચ ઇન્ટરેક્શન, રીઅલ-ટાઇમ મ્યુઝિક સિંક, સ્ક્રીન મિરરથી ઘરને સ્મા્ર્ટ લુકમાં ફેરવે છે. આ લાઈટ વાયરલેસ છે. જોકે ટેક્નોલોજીના રસિકોને આવા સ્માર્ટ ડિવાઈસ ખુબ જ પસંદ આવતા હોય છે અને તેમાં પણ ઘરને સ્માર્ટ લુકમાં ફેરવી દેતી આ વાયરલેસ લાઈટ એકદમ યુનિક છે.



5.GIGA PUMP


હવે કોઈ પણ પ્રકારના હવા ભરી વપરાતા બાથ ટબ કે નેક પિલ્લોમાં મેન્યુઅલી હવા ભરવાની જરૂર નથી. હવે માર્કેટમાં ઉપલબ્ધ છે પાવરફૂલ ડિસી પંપ ( giga pump) જે આપની હથેળીમાં સમાઇ શકે છે અને આપને થકવી નાખતું હવા ભરવાનુ કામ એક ચપટી વગાડતા કરી આપે છે. આ એક રિચાર્જેબલ વાયરલેસ વોટરપ્રુફ પંપ છે, જે કેમ્પ અથવા ટ્રેકિંગ માટે જતા લોકો માટે ખુબ ઉપયોગી છે. આ પંપની મદદથી હવા કાઢી પણ શકાય છે અને હવા ભરી પણ શકાય છે. આ નાનકડી વસ્તુ આપણો ઘણો ટાઈમ બચાવી આપે છે. જરૂર પડયે આ પંપમાં રહેલી શક્તિશાળી ટોર્ચનો ઉપયોગ પણ કરી શકાય છે. આ પંપની સાઈઝ પણ એટલી નાની છે કે પોકેટમાં પણ રાખી શકાય છે.



6. LG's ROLLABLE OLED TV


અત્યાર સુધીમાં બ્લેક એન્ડ વ્હાઈટથી લઈ કલર ટીવી અને તેમાં પણ મોટાથી લઈ કોમ્પેક્ટ ડિઝાઈનના ટીવી માર્કેટમાં આવ્યા છે. આ વર્ષે એક અનોખુ ટીવી માર્કેટમાં આવ્યું છે કે જેમાં જરૂરિયાત પ્રમાણે ડિસપ્લેની નાની-મોટી સાઈઝ કરી શકાય છે. અને સાથે જ ડિસપ્લે રોલ કરી  તેને બંધ કરી શકાય છે. જોકે આ ટીવીની સાઈઝ 65 ઈંચ છે. આ વાંચીને ચોક્કસથી આશ્ચર્ય થયું જ હશે પણ આ વાત તદ્દન સાચી છે. એક લંબચોરસ સ્પીકર સાથે આવતું આ ટીવી જરૂરીયાત પ્રમાણે રોલ થઈ શકે છે. એટલે કે, ટીવી બંધ કરતા જ ટીવીની પાછળ રહેલી દિવાલ, કોઈ વ્યક્તિકે અન્ય કોઈ પણ વસ્તુને જોઈ શકાય છે. સાથેજ આ ટીવી સ્લીમ અને કોમ્પેક્ટ છે. આ ટીવીની પિક્ચર ક્વોલિટી પણ ખુબ જ સારી છે. આ ટીવીનું સેલ્ફ લીટ પિક્સલ હોવાથી સ્ક્રિન પર બેક લાઈટની અસર પણ નથી થતી. આ યુનિક ડિઝાઈનનું ટીવી માર્કેટમાં આવતાની સાથે લોકોમાં ચોક્કસથી કૂતુહલ જાગ્યું જ હશે.



7. IGEAR IMPULSE


આ એક અનોખુ વાયરલેસ પાવરબેંક છે કે, જે મોબાઈલને ચાર્જ કરવા માટે વપરાય છે સાથે જ તેમાંથી નીકળતી અનોખી લાઈટ નાઈટ લેમ્પ તરીકે પણ ઉપયોગી બને છે. આ પાવરબેંકને મોબાઈલ સાથે વાયરથી જોડવાની જરૂર નથી રહેતી. માત્ર તેની પર મોબાઈલ કે અન્ય જે વસ્તુ ચાર્જ કરવાની છે તે મુકવાની હોય છે અને ત્યારબાદ જે તે ડિવાઈસ જાતે જ ચાર્જ થઈ જાય છે. આ પાવરબેંકને વીડિયો જોતી વખતે મોબાઈલના સ્ટેન્ડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.આ 5000mAh ની પાવરબેંક એક સાથે 2 ડિવાઇસ ચાર્જ કરી શકે છે.



8.KEEBACK BACKPACK


આજના સમયમાં આપણે નાના ગેજેટ્સ તો વસાવી લીધા પણ સાથે જ આવા ગેજેટ્સને કેરી કરવા માટે એક સ્ટાઇલિશ બેકપેક હોય તો તેની મજા જ કઈંક અલગ હોય. તો લો હવે આવી ગયું છે keeback backpack. આ બેકપેકમાં નાનકડી સ્ટાઇલિશ સ્ક્રીન ,ઇનબિલ્ટ સ્પીકર સિસ્ટમ અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ પણ આપેલું છે જેથી કરીને મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે પણ મોબાઈલ વાપરી શકાય. આ બેકપેકની અંદર જ 1044 લેમ્પ્સ ડિસ્પ્લે છે જે બેકપેકને એકદમ અલગ જ લુક આપે છે. કુલ બેકપેકનું વજન 1.9 કિલો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube