નવી દિલ્હી: યુએસ સ્થિત કાર નિર્માતા જનરલ મોટર્સ અને મિશેલિન સંયુક્ત રીતે એક અનોખું ટાયર બનાવી રહ્યા છે. પેસેન્જર કાર માટે બનાવવામાં આવેલા આ ટાયરનું નામ અપટિસ છે, જેમાં ન તો હવા પુરવામાં આવે છે અને ના તો આ ટાયર પંચર થાય છે. બંને કંપનીઓના જણાવ્યા અનુસાર, આ નવું ન્યુમેટિક ટાયર આવનારી નવી પેઢીના શેવરોલે બોલ્ટમાં જોવા મળશે, આ ઉપરાંત આ ટાયરનો ઉપયોગ આગામી 3-5 વર્ષમાં બીજી ઘણી ઈલેક્ટ્રિક કારમાં પણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂનિક પંચરપ્રૂફ ટાયર સિસ્ટમ
અપટિસ એટલે યૂનિક પંચરપ્રૂફ ટાયર સિસ્ટમ અને તે ક્યારેય પંચર થતું નથી. આ ટાયર ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે કારણ કે આ ટાયર વધુ સ્પીડમાં ડ્રાઇવિંગ કરતી વખતે ટાયર ફાટવાને કારણે થતા અકસ્માતોમાંથી મુક્તિ આપે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એરલેસ ટાયરની લાઈફ સામાન્ય ટાયર કરતા વધુ લાંબી હશે અને તેના ઉપયોગ દરમિયાન પંચર થવાને કારણે તમારી કાર ક્યારેય બંધ નહીં થાય. આ એરલેસ ટાયરનો બીજો મોટો ફાયદો એ છે કે મોટા ભાગના ટાયર તેમની ઉંમરના ન થાય ત્યાં સુધી સ્ક્રેપ કરવામાં આવશે નહીં.

ભારતીય બજારમાં આગામી વર્ષ સુધી ટ્રેડિંગ થશે ઇલેક્ટ્રિક વ્હીકલ, Hero લાવી રહી છે લાંબી-પહોળી રેંજ


દુર્ઘટનાઓની સંભાવના ખૂબ ઓછી
મિશેલિનનો દાવો છે કે આ ટાયરનો ઉપયોગ કરવાથી કાર વધુ સુરક્ષિત છે અને અકસ્માતની શક્યતાઓ પણ ઘણી ઓછી થઈ જાય છે. જીએમ વાહનોમાં આ ટાયરનું પરીક્ષણ પહેલાથી જ શરૂ કરવામાં આવ્યું છે અને 2019થી શેવરોલેની વર્તમાન પેઢીના બોલ્ટ ઇલેક્ટ્રિક હેચબેકમાં તેનો ઉપયોગ ચાલુ છે. આ ઉપરાંત મિશેલિન નોર્થ અમેરિકાના પ્રેસિડેન્ટ એલેક્સિસ ગાર્સિન એ સંકેત આપ્યો છે કે આ જ ટાયર GMની આવનારી કોમ્પેક્ટ EVમાં ઉપયોગમાં લેવાના છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube