Ertiga-Innova ને ટક્કર આપવા આવી રહી છે આ 7 સીટર કાર્સ, ટૂંક સમયમાં થશે લોન્ચ
Upcoming 7 Seater: ટૂંક સમયમાં બજારમાં ઘણા નવા વિકલ્પો આવવાના છે. મારુતિથી લઈને ટોયોટા તેની 7 સીટર કાર લોન્ચ કરવા જઈ રહી છે. અહીં અમે ત્રણ 7 સીટર કારની યાદી લાવ્યા છીએ જે ટૂંક સમયમાં લોન્ચ થશે.
7 Seater Cars in india: ભારતીય બજારમાં સાત સીટર વાહનોની માંગ સતત વધી રહી છે. હાલમાં ભારતમાં મારુતિ અર્ટિગાથી લઈને ટોયોટા ઈનોવા સુધી એમપીવી કારના ઘણા વિકલ્પો છે. ટૂંક સમયમાં બજારમાં ઘણા નવા વિકલ્પો પણ આવવાના છે. મારુતિથી લઈને ટોયોટા તેની 7 સીટર કાર લોન્ચ કરવા જઈ રહી છે. અહીં અમે ટૂંક સમયમાં લૉન્ચ થનારી 7 સીટર કારની યાદી લઈને આવ્યા છીએ.
1. Maruti Suzuki Engage
મારુતિ સુઝુકી ટોયોટા ઈનોવા હાઈક્રોસ પર 7 સીટર કાર લાવવા જઈ રહી છે. તેને Maruti Suzuki Engage નામ આપી શકાય છે. આ પ્રીમિયમ MPV જુલાઈ 2023માં લોન્ચ થઈ શકે છે. તેમાં 2.0 લિટર પેટ્રોલ એન્જિન અને 2.0 લિટર મજબૂત હાઇબ્રિડ પેટ્રોલ એન્જિન આપવામાં આવશે.
આ પણ વાંચો:
આ છે દેશની સૌથી સસ્તી Sunroof કાર, CNG ઓપ્શન પણ છે અવેલેબલ
માર્કેટમાં ધૂમ મચાવા આવી ગયો છે Nokia નો Flip Phone, 7,000 માં મેળવો આકર્ષક ફીચર્સ
IPL 2023 સાથે ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓના કરિયરનો આવ્યો અંત!
2. Toyota 7 Seater Car
ટોયોટા મારુતિ સુઝુકી અર્ટિગા પર આધારિત 7 સીટર કાર પણ લાવશે, જેનું નામ રુમિયન હશે. Toyota પહેલાથી જ દક્ષિણ આફ્રિકામાં Rumion નામની કાર વેચી રહી છે. રુમિયનને 2023ના બીજા ભાગમાં લોન્ચ કરવામાં આવશે. તેના ફીચર્સ Ertiga જેવા જ છે, જો કે, ડિઝાઇનમાં ફેરફારની અપેક્ષા છે.
3. Kia Carnival
ન્યુ જેન કિયા કાર્નિવલ 2023 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. તે પ્રીમિયમ MPVનું ચોથી પેઢીનું મોડલ છે અને તેને વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું હતું. ડિઝાઈનની વાત કરીએ તો કંપનીએ ખાસ ટાઈગર નોઝ ગ્રિલ સાથે કેટલીક એસયુવી જેવો લુક આપ્યો છે. આ કાર 7, 9 અને 11-સીટર કન્ફિગરેશનમાં આવી શકે છે.
આ પણ વાંચો:
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story!
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
June 2023 Horoscope: આ 4 રાશિઓ માટે જૂન મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube