નવી દિલ્હીઃ ટોયોટા કિર્લોસ્કર મોટર્સ (ટીકેએમ)એ પોતાના જાણીતા મોડલ યારિસને નવા ફીચર્સની સાથે લોન્ચ કરી છે. આ કારને ડુઅલ-ટોન કલર ઓપ્શનમાં ભારતીય બજારમાં ઉતારવામાં આવી છે. આ કાર ઓટોમેટિક વર્ઝનમાં છે અને તેમાં નવા ડૉયમંડ કટ એલોય વ્હીલ લગાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુઅલ-ટોન કલર
Toyota Yarisને બે કલરમાં ઉતારવામાં આવી છે. કારની બહારની બોડીને ડુઅલ ટોન કલરમાં પેન્ટ કરવામાં આવી છે. તેની છતને બ્લેક લુક આપવામાં આવ્યો છે. ડુઅલ ટોન કલરથી કાર સ્પોર્ટી લુકમાં જોવા મળે છે. તેમાં ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. 


શું છે કિંમત
Toyota Yarisના બે મોડલ J ટ્રિમ અને હાઈયર v ટ્રિમમાં લોન્ચ કરવામાં આવી છે. આ મોડલ મેનુઅલ અને CVT વેરિએન્ટમં છે. J ટ્રિમના મેનુઅલ વેરિયન્ટની કિંમત 8.65 લાખ અને CVTની કિંમત 9.35 લાખ રૂપિયા છે. વી ટ્રિમના મેનુઅલ વેરિયન્ટની કિંમત 11.97 લાખ અને CVTની 13.17 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 


એન્જિનમાં કોઈ ફેરફાર નહીં
Toyota Yarisના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમાં તે જૂની ટોયોટા યારિસ વાળુ પેટ્રોલ એન્જિન મળશે, જે 108psનો પાવર અને 140 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. ફીચર્સની વાત કરીએ તો આ નવી કારમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. સુરક્ષા માટે 3 એર બેગ લગાવવામાં આવી છે. કારના ફ્રન્ટ અને રિયરમાં પાર્કિંગ સેન્સર જોડી દેવામાં આવ્યું છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર