નવી દિલ્હી: શોર્ટ વીડિયો હવે ઘણા પોપ્યુલર થઈ ગયા છે. TikTok ના ભારતમાં બેન થયા બાદ Instagram રીલ્સ લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સનો ક્રેઝ ઘણો વધારે છે. ઘણા લોકો તેના પર પોતાનું કરિયર પણ બનાવવા ઇચ્છે છે. આ કારણથી યુઝર્સ ઇચ્છે છે કે તેમના વીડિયો પર વધારે વ્યૂઝ આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારી ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર લાઈક અને વ્યુઝ ઓછી આવી રહી છે તો તમારે કેટલીક ટિપ્સને અપનાવી તને વધારી શકો છો. રીલ્સ પર લાઈક અને વ્યુઝ વધવાથી તમારા ફોલોવર્સ પણ વધશે કેમ કે પસંદ આવતી રીલ્સ ક્રિએટરને યુઝર્સ ફોલો પણ કરવા લાગે છે.


અગ્નિપથના વિરોધ વચ્ચે અગ્નિવીરો માટે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી મોટી જાહેરાત


રેગ્યુલર બનાવો ઇન્સ્ટાગ્રામ રીલ્સ
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર લાઈક અને વ્યુઝ વધારવા માટે જરૂરી છે કે તમારે રેગ્યુલર ઇન્ટરવલ પર રીલ્સ બનાવો. કોઈપણ વસ્તુમાં સફળ થવા માટે રેગ્યુલર થવું ઘણું જરૂરી છે. આ કામ તમારે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં પણ કરવું પડશે. તમારે રેગ્યુલર ઇન્ટરવલ પર વીડિયો બનાવવો પડશે.


સાંધાના દુખાવા પાછળ શું આ તો કારણ નથી ને, જો હોય તો જાણો શું કરવું


ટ્રેન્ડિંગ ટોપિક્સ પર રાખો નજર
જો તમે પણ ઇચ્છો છો કે તમારું કન્ટેન્ટ વાયરલ થાય તેના માટે તમારે ટ્રેન્ડિંગ ટોપિક્સ પર નજર રાખવી પડશે. ટ્રેન્ડિંગ ટોપિક્સથી જોડાયેલી રીલ્સ બનાવવાથી વાયરલ થવાના ચાન્સ વધારે રહે છે. રીલ્સના વાયરલ થવા પર તમારા ફોલોવર્સ ઘણા ઝડપથી વધી જશે.


ખુશખબર! ખાદ્યતેલના ભાવમાં ફરી આવ્યો મોટો ઘટાડો, જાણો શું છે નવા ભાવ


ક્વોલિટી પર કરો ફોકસ
ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવતા સમયે ક્વોન્ટિટીથી વધારે ક્વોલિટી પર ફોકસ કરો. લોકો ક્વોલિટી કન્ટેન્ટને વધારે પસંદ કરે છે. અહીં ક્વોલિટી કન્ટેન્ટનો અર્થ માત્ર વીડિયો ક્વોલિટી જ નહીં પરંતુ કન્ટેન્ટ ક્વોલિટીની પણ વાત થઈ રહી છે.


ડાયાબિટીસ માટે યોગ: શુગર લેવલ કંટ્રોલમાં રાખવા માટે કરો આ ખાસ 5 આસન


ફેમસ ઓડિયો ટ્રેક અને સાઉન્ડનો કરો યુઝ
ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવતા સમયે જો તમે લેટેસ્ટ અથવા ફેમ્સ ઓડિયો ટ્રેકનો ઉપયોગ કરો છો તો તે કન્ટેન્ટ વાયરલ થઈ શકે છે. આ ઉપરાંત તમારે રીલ્સની સાથે હેશટેગનો યુઝ કરો. તમારે રીલ્સ કેપ્શન પણ ઘણું સારું બનાવવાનું પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube