UPI Money: ઈન્ડિયા હવે ડિજિટલ બની રહ્યું છે. ખાસ કરીને પેમેન્ટ માટે ડિજિટલ માધ્યમો પસંદ કરવામાં આવે છે. એવામાં પણ UPI એપ્લિકેશનનો પેમેન્ટ માટે સૌથી વધુ ઉપયોગ થાય છે. કેશના બદલે લોકો ઓનલાઈન પેમેન્ટને જ લોકો પસંદ કરે છે. મૉલ હોય કે નાના કરિયાણાની દુકાન લગભગ દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન મળે છે. એવામાં UPIના કારણે સાયબર ક્રાઈમની ઘટનાઓ પણ વધી છે. છેતરપિંડી કરતા લોકો અનેક અલગ રસ્તાઓ અપનાવી રહ્યા છે. ઓનલાઈન UPI ફ્રોડથી બચવા માટે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેની મદદથી તમે બેંકમાં રાખેલા પૈસાને સુરક્ષિત રાખી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ Chatting APPનો ડેટા થયો લીક, તમારી પર્સનલ ચેટ વાંચી શકે છે કોઈપણ...


એક રિચાર્જમાં ચાલશે આખી Familyના ફોન : Jioની ખાસ ઓફર, લેવો પડશે આ પ્લાન


iPhone યૂઝર્સને મોટો ઝટકો લાગશે જ્યારે આ વાતની ખબર પડશે....


ફોનને લોક જરૂર કરો
ફોનમાં તમે લોક જરૂર લગાવો. જેનો પાસવર્ડ એકદમ સરળતાથી ખબર પડી જાય એવો ન હોવો જોઈએ. લોકની પેટર્ન કે પાસવર્ડ અઘરા રાખો. જેનાથી તમે ફોનની સાથે પેમેન્ટ અને ફાયનાન્સિયલ ટ્રાંઝેક્શન એપ પર સેફ રહે છે. સાથે જ પર્સનલ ડેટા અને અન્ય માહિતી પણ લીક થવાથી બચાવી શકો છો.


PIN કોઈ સાથે શેર ન કરો.
જો તમે તમારો UPI પિન કોઈ સાથે શેર કરો છો તો મોટી મુસીબતમાં પડી શકો છો. બની શકે તે તમે જેના પર વિશ્વાસ રાખીને પિન શેર કર્યો હોય તે તેનો ખોટી રીતે ઉપયોગ કરી શકે છે અને તમારા ફોનને એક્સેસ કરી શકે છે. અને તેનો દુરુપયોગ કરી શકે છે.


અજાણી લિંક પર ક્લિક ન કરો
નુકસાનથી બચવા માટે કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરો. આજકાલ સાયબર ક્રાઈમ કરનાર વ્યક્તિ ફસાવવા માટે કોઈ પણ મેસેજ મુકે છે અને તેમાંની લિંક પર ક્લિક કરવાનું કહે છે. એટલે તમે આવી કોઈ લિંક પર ક્લિક કરતા પહેલા ધ્યાન રાખો.


UPI એપને અપડેટેડ રાખો
UPI એપ્સ સમયાંતરે અપડેટ્સ મોકલે છે. જેમાંથી કેટલીક અપડેટ સુરક્ષાના કારણે પણ આપવામાં આવે છે. જેથી તમારે તમારી UPI એપને અપડેટ રાખવી જોઈ. સાથે જ કોઈ પણ UPI એપને ચેક કરીને જ ફોનમાં ઈન્સ્ટોલ કરો. આ સાથે મલ્ટીપલ યૂપીઆઈ એપ ફોનમાં રાખવાથી બચો.