Vi ની નવી ઓફર Jio, Airtel ની કરી નાંખશે ઉંઘ હરામ! અડધો દિવસ નેટ ફ્રી, `મુકેશ કાકા`એ કરવું પડશે મોટું કામ!
Vodafone Idea ના આ નવા `સુપર હીરો પ્લાન`માં પુરા 12 કલાક માટે અનલિમિટેડ ડેટા મળશે. આ પ્લાન તે લોકો માટે ખુબ સારો છે જે ઈન્ટરનેટ પર ખુબ સર્ફિંગ કરે છે.
Vi Super Hero Plan: Vodafone Idea એટલે કે Vi ભારતની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની છે. તાજેતરમાં તેમણે એક નવો ઘાંસું પ્લાન લોન્ચ કર્યો છે, જેનાથી Jio અને Airtelને ટક્કર મળશે. આ નવા સુપર હીરો પ્લાનમાં પુરા 12 કલાક માટે અનલિમિટેડ ડેટા મળશે.
આ પ્લાન તે લોકો માટે ખુબ સારો છે જે ઈન્ટરનેટ પર ખુબ સર્ફિંગ કરે છે. BSNL સૌથી સસ્તો પ્લાન આપીને લોકોને પોતાની તરફ ખેંચી રહ્યો છે, પરંતુ હવે Vi એ પણ એક ધાંસુ પ્લાન લાવ્યું છે, જેનાથી BSNL ને ટક્કર મળશે. જો તમે ખુબ ઈન્ટરનેટ ચલાવતા હોય તો આ પ્લાન તમારા માટે ખુબ સારો છે.
મળશે 12 કલાક સુધી ફ્રી ડેટા
અત્યારે વોડાફોન આઈડિયાનો એક પ્લાન છે, જેમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા મળે છે. પરંતુ હવે નવો પ્લાન એના કરતા પણ સારો છે. હવે તમે રાત્રે 12 વાગ્યાથી આગામી દિવસ બપોર 12 વાગ્યા સુધી એટલે કે પુરા 12 કલાક કોઈ ડેટા લિમિટ વગર ઈન્ટરનેટ ચલાવી શકો છો. તેના માટે તમારે અલગથી કોઈ પૈસા આપવા પડશે નહીં. આ ફાયદો તે પ્લાન્સમાં મળશે તેમાં રોજ 2જીબી એટલે કે તેનાથી વધુ ડેટા મળે છે. આ પ્લાન 365 રૂપિયાથી શરૂ થાય છે.
Vi ના પ્લાનમાં એક સારી સુવિધા છે, વીકેન્ડ રોલઓવર. જો તમે અઠવાડિયામાં દિવસોમાં તમામ ડેટા પુરો ના થઈ શકે તો બચેલો ડેટા વિકેન્ડ માટે બચી જાય છે. તેના માટે વધુ એક ફાયદો છે ડેટા ડિલાઈટ. આ ફીચરથી તમે Vi એપનો ઉપયોગ કરીને બે વાર, વગર એકસ્ટ્રા પૈસા આપ્યા વિના 2જીબી ડેટા ઉપયોગ કરી શકો છો.
365 રૂપિયાના પ્લાનમાં તમારે 28 દિવસ સુધી સેવા મળશે. આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકો છો. સાથે તમને કુલ 56જીબી ડેટા મળશે, એટલે કે દરરોજ 2જીબી. તેનાથી તમે કોઈ ટેન્શન વગર દરરોજ ઈન્ટરનેટનો પુરેપુરો ફાયદો ઉઠાવી શકો છો.