નવી દિલ્હીઃ Vi (Vodafone Idea)એ નવા અનલિમિટેડ ટોકટાઇમ એન-ઓન પેક્સ લોન્ચ કરી દીધા છે. આ એડ-ઓન પેક્સમાં કંપની યૂઝર્સને ઘણા ફાયદા આપી રહી છે. આ નવા પ્લાન્સની સાથે સ્ટાર ટોક, ગેમ્સ, સ્પોર્ટસ અને કોન્ટેસ્ટ બેનિફિટ મળી રહ્યાં છે. કંપનીએ 8 નવા પ્લાન્સની જાહેરાત કરી છે. ધ્યાન આપવા જેવી વાત છે કે આ પેકને એન-ઓન કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ આ એક વેલિડિટીની સાથે આવે છે. આવો જાણીએ તેના વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Viએ 32 રૂપિયા, 42 રૂપિયા, 43 રૂપિયા, 52 રૂપિયા, 62 રૂપિયા, 72 રૂપિયા અને 103 રૂપિયા વાળા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. 32 રૂપિયા વાળા પેકમાં ગેમ્સ બેનિફિટની સાથે અનલિમિટેડ ટોકટાઇમ મળે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. તો 42 રૂપિયા વાળુ પેક સ્પોર્ટસ બેનિફિટ તથા અનલિમિટેડ ટોક ટાઇમ ઓફર કરે છે અને તેની વેલિડિટી પણ 28 દિવસની છે. 43 રૂપિયા વાળા કેપમાં કંપની અનલિમિટેડ ટોકટાઇમ, 28 દિવસની વેલિડિટી અને કોન્ટેસ્ટ જેવા બેનિફિટ આપી રહી છે. 52 રૂપિયા વાળા પેકની વેલિડિટી 28 દિવસ છે અને તેમાં સ્ટાર ટોક બેનિફિટની સાથે અનલિમિટેડ ટોક ટાઇમ મળે છે. 


Google સર્ચને ટક્કર આપવા ઉતરશે Safari, હવે Apple ચૂપચાપ કરી રહી છે જંગની તૈયારી


આ સિવાય 62 રૂપિયા, 72 રૂપિયા, 73 રૂપિયા અને 103 રૂપિયા વાળા પ્લાન્સની વેલિડિટી 89 દિવસ છે. ધ્યાન આપવા જેવી વાત છે કે આ બધા પ્લાનમાં અનલિમિટેડ ટોક ટાઇમ મળે છે એટલે કે તેમાં માત્ર બેનિફિટ્સનો ફેર છે. 62 રૂપિયા વાળું પેક 'Games' 72 રૂપિયા વાળુ પેક  'Sports' બેનિફિટ ઓફર કરે છે. તો 73 રૂપિયા વાળા પેકની સાથે  'Contest'  અને 103 રૂપિયા વાળુ પેક 'Star Talk' બેનિફિટની સાથે આવે છે. 


વોડાફોન આઇડિયા એટલે કે Viના આ બધા પ્લાનને જુઓ તો સ્પષ્ટ છે કે Games બેનિફિટ વાળા એન ઓન પ્લાન સૌથી સસ્તા છે. 28 દિવસ અને 89 દિવસની વેલિડિટી વાળા 32 દિવસ તથા 62 રૂપિયા વાળા પ્લાન સૌથી ફાયદાકારક છે. આ પ્લાન્સને Viની વેબસાઇટ પર લાઇવ કરી દેવામાં આવ્યા છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube