84 દિવસની વેલિડિટી સાથે 3 મહિના સુધી ફ્રી મળશે Disney+ Hotstar,આ કંપનીની શાનદાર ઓફર
ટેલિકોમ ઓપરેટર વોડાફોન-આઈડિયાએ પોતાના 839 રૂપિયાવાળા પ્લાનમાં વધુ એક બેનિફિટ્સ સામેલ કર્યો છે. હવે યૂઝર્સને આ પ્લાનમાં હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
નવી દિલ્હીઃ Vodafone Idea (Vi) એ પોતાના 839 રૂપિયાવાળા પ્લાનના બેનિફિટ્સને રિફ્રેશ કર્યાં છે. તમને જણાવી દઈએ કે યૂઝર્સ માટે આ પ્લાન પહેલાથી ઉપલબ્ધ હતો. તેમાં પહેલાથી ઘણા બેનિફિટ્સ યૂઝર્સને આપવામાં આવે છે અને હવે ત્રણ મહિના માટે ફ્રી Disney+ Hotstar Mobile સબ્સક્રિપ્શન પણ મળશે. આવો જાણીએ વિગત...
Vi નો ફ્રી Disney+ Hotstar Mobile એપ બેસ્ડ એક્સક્લૂસિવ છે. એટલે કે જે ગ્રાહક ઓફિશિયલ Vi એપ દ્વારા 839 રૂપિયાનો પ્લાન ખરીદશે તેને આ ઓફરનો ફાયદો મળશે.
Vi નો 839 રૂપિયાનો પ્લાન પહેલાથી કંપની પાસે ઉપલબ્ધ હતો. પરંતુ ટેલીકોમ કંપનીએ હવે તેને વેબસાઇટના હીરો અનલિમિડેટ સેક્શનમાં સામેલ કરી દીધો છે. આ પ્લાનને હવે વીઆઈ એપથી રિચાર્જ કરાવવા પર ગ્રાહકોને Disney+ Hotstar Mobile નો ફાયદો મળશે.
આ પ્લાનમાં ગ્રાહકોને પહેલાથી અનલિમિટેડ કોલ્સ, દરરોજ 2GB ડેટા અને દરરોજ 100SMS જેવા બેનિફિટ્સ આપવામાં આવે છે. આ પેક 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.
આ પણ વાંચોઃ Fastag ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો, તરત જ કરો Deactivate નહીં તો..
આ બેનિફિટ્સ સિવાય 839 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને બિંઝ ઓલ નાઇટ (રાત્રે 12થી સવારે 6 સુધી ફ્રી ઈન્ટરનેટ), 2GB મંથલી બેકઅપ ડેટા અને વીકેન્ડ ડેટા રોલઆઉર આપવામાં આવે છે. સાથે Vi movies & TV નું ફ્રી એક્સેસ મળે છે.
Vi દ્વારા 3 મહિના માટે Disney+ Hotstar સબ્સક્રિપ્શન 399 રૂપિયા અને 499 રૂપિયાવાળા હીરો અનલિમિટેડ રિચાર્જ પ્લાન પર આપવામાં આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને 5જીબી એક્સ્ટ્રા ડેટા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube