Vi Recharge Plan: ટેલિકોમ કંપનીઓ ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. પ્રીપેડ અને પોસ્ટપેડ પોર્ટફોલિયોમાં કંપનીના કેટલાક ખાસ પ્લાન્સ પણ હોય છે. જે આકર્ષક ઓફર્સની સાથે આવે છે. વોડાફોન આઇડિયા પણ આવો જ એક પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં યુઝર્સે અનલિમિટેડ કોલિંગ, ડેટા સાથે અન્ય ઘણા બેનિફિટ્સ મળે છે. જે સ્ટાન્ડર્ડ પ્લાનમાં પણ નથી મળતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vi ના પોસ્ટપેડ પોર્ટફોલિયોમાં પણ આવો જ એક પ્લાન છે. આ પ્લાનમાં કન્ઝ્યૂમર્સને રેગ્યુલ સર્વિસની સાથે ઇન્ટરટેન્મેન્ટનો એક્સ્ટ્રા બેનિફિટ મળશે. આ પ્લાનની કિંમત 699 રૂપિયા છે. આવો જાણીએ વોડાફોન આઇડિયાના આ પ્લાનની ખાસ વાતો.


માથાનો દુખાવો બન્યા સ્પામ એકાઉન્ટ, ટ્વિટર દરરોજ હટાવે છે 10 નકલી ખાતા


મળશે અનલિમિટેડ સર્વિસ
સામાન્ય રીતે Vi ના પોસ્ટપેડ પોર્ટફોલિયોમાં ઘણા ખાસ પ્લાન હાજર છે, પરંતુ આ પ્લાન તેના બેનિફિટ્સના કારણે આકર્ષક બને છે. તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, અનલિમિટેડ ડેટાની સાથે ઘણા OTT પ્લેટફોર્મ્સનું સબ્સક્રિપ્શન પણ મળે છે. આ રિચાર્જની સાથે યુઝર્સને SMS બેનિફિટ્સ પણ મળે છે.


ઘણા પ્લેટફોર્મનું મળશે એક્સેસ
પ્લાન માટે યુઝર્સને દર મહિને 699 રૂપિયા ખર્ચ કરવા પડશે. તેમાં યુઝર્સને Amazon Prime અને Disney+ Hotstar નું સબ્સક્રિપ્શન મળશે. સાથે જ કસ્ટમર્સને Vi movies & TV નું VIP એક્સેસ મળશે.


શું તમને તમારી EX ગર્લફ્રેન્ડ કે તમારા EX બોયફ્રેન્ડની યાદ આવે છે? એ તમારા વિશે શું વિચારે છે આ રીતે જાણો


વોડાફોન આઇડિયા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ZEE5, Voot Select, Lionsgate Play ના કન્ટેન્ટનું એક્સેસ મળશે. આ તમામ પ્લેટફોર્મ્સના કન્ટેન્ટને તમે Vi movies & TV પર જોઈ શકશો. આ ઉપરાંત યુઝર્સને Amazon શોપિંગ બેનિફિટ્સ પણ મળશે.


આ પ્લાનમાં યુઝર્સને એક મહિનાની વેલિડિટી મળી છે. એટલે કે બિલિંગ સાયકલ એક મહિનાની હશે. પ્લાનમાં માત્ર એક યુઝર્સને જ ટેલીકોમ સર્વિસ મળે છે.


તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ડાયાબિટીસના દર્દીઓ માટે છે રામબાણ ઈલાજ


399 રૂપિયાથી શરૂ થાય છે પ્લાન
જો તમે એક એવો પ્લાન ઇચ્છો છો, જેમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સાથે એન્ટરટેનમેન્ટ પણ મળે તો આ એક સારો ઓપ્શન છે. બ્રાન્ડનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન 399 રૂપિયાનો આવે છે. તેમાં યુઝર્સને 40GB + 150GB ડેટા, SMS અને કોલિંગ સુવિધા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube