VI ગુજરાતમાં આપશે 40 હજાર નોકરીઓની તક, જો તમે ગ્રાહક છો તો તમને મળશે પ્રથમ ચાન્સ
ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાનો Vi- અપના ભાગીદારીનો લાભ લઈ રહ્યા છે અને ગુજરાતમાં તેમની પસંદગીની વિવિધ હાઇપરલોકલ નોકરીઓ માટે અરજી કરી રહ્યા છે. સૌથી વધુ અરજદારો અમદાવાદ, સુરત અને વડોદરાના છે, જેમણે સેલ્સ અને માર્કેટિંગમાં નોકરીઓમાં સૌથી વધુ રસ દાખવ્યો છે.
Jobs and Career: ભારતની ટોચની ટેલિકોમ ઓપરેટર હોવાનો દાવો કરતી વીઆઈએ (Vi) અપના સાથે પાર્ટનરશિપમાં ગુજરાતમાં અંદાજે 40,000 નોકરીઓ પુરી પાડવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, આ નોકરીની શરૂઆત છેલ્લા ત્રણ મહિનામાં થશે. જેનાથી સ્થાનિક ભારતીય યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ થશે.
વી જોબ્સે વીએપ પર જોબ સર્ચિંગ પ્લેટફોર્મ 'અપના'ને ઇન્ટીગ્રેટ કર્યું છે. વીઆઇના ગ્રાહકો તેને ફ્રીમાં એક્સેસ કરી શકશે. સાથે જ વીઆઇના યુઝર્સના રીઝ્યૂમ સર્ચમાં ટોપ પર દેખાડશે. જેથી જોબ પુરી પાડનાર કંપનીઓ આ રીઝ્યૂમ ટોપ પર દેખાય અને તેના યૂઝર્સને નોકરીની તકો વધુ મળે. છેલ્લા 3 મહિનામાં 12,000થી વધુ નોકરીદાતાઓએ ગુજરાતમાં નોકરીની વિવિધ તકો અપલોડ કરી છે.
ગુજરાતમાં નોકરી શોધી રહેલા યુવાનો Vi- અપના ભાગીદારીનો લાભ લઈ રહ્યા છે અને ગુજરાતમાં તેમની પસંદગીની વિવિધ હાઇપરલોકલ નોકરીઓ માટે અરજી કરી રહ્યા છે. સૌથી વધુ અરજદારો અમદાવાદ, સુરત અને વડોદરાના છે, જેમણે સેલ્સ અને માર્કેટિંગમાં નોકરીઓમાં સૌથી વધુ રસ દાખવ્યો છે.
- અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ
- સોફ્ટવેર એન્ડ વેબ ડેવલપમેન્ટ
- બેક ઓફિસ વર્ક
- ડિલીવરી
- રેસ્ટોરન્ટ સંબંધિત નોકરીઓ
- BPO-સંબંધિત નોકરીઓ જેમ કે ટેલિ-કોલિંગ, ટેલિસેલ્સ; માર્કેટિંગ નોકરીઓ જેમ કે ફિલ્ડ સેલ્સ, ડિજિટલ અને ઓનલાઈન માર્કેટિંગ
- બિઝનેસ ડેવલપમેન્ટ
હાયપર-લોકલ નોકરીની તકો વર્ક ફ્રોમ ફ્રોમ અને ફ્લેક્સિબલ કામના કલાકો જેવી પરિબળો મહિલાને વધુ આકર્ષી રહ્યા છે. આ ઉપરાંત, ગુજરાતમાં લગભગ 30 ટકા યુઝર્સ એવી મહિલાઓ છે, જેઓ ટેલીકોલર, બેક ઓફિસ, એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરેની જગ્યાઓ સહિત અનેક નોકરીઓ માટે સક્રિયપણે અરજી કરે છે.
વર્ક ફ્રોમ હોમનો ઓપ્શન પણ ગુજરાતની મહિલાઓમાં વધુ લોકપ્રિય બન્યો છે જેઓ હવે ઘરેથી કામ કરી શકે છે. ગુજરાતમાં સૌથી વધુ લાગુ થતી નોકરીઓ માટેનો માસિક પગાર રૂ. 10,000થી 40,000ની રેન્જમાં છે.
વી જોબ્સ સર્વિસ તમામ વીઆઇ ગ્રાહકો માટે વિના મૂલ્યે ઉપલબ્ધ છે. યુઝર્સ વીઆઈ એપ્લિકેશન પર વીઆઈ જોબ્સને એક્સેસ કરી શકે છે. વપરાશકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી વીઆઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube