નવી દિલ્હીઃ દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ વોડાફોન અને આઈડિયા મળીને હવે Vi બની ચુકી છે. ઓપરેટર તરફથી પહેલા પણ ઘણા વર્ક-ફ્રોમ-હોમ પ્લાન ઓફર કરી રહી હતી અને હવે Vi તરફથી વધુ એક 100 જીબી હાઈ-સ્પીડ ડેટા વાળો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. પ્રીપેઇડ પોર્ટફોલિયોમાં કંપનીએ નવો પ્લાન એડ કર્યો અને તેને ઓફિશિયલ સાઇટ પર પણ લિસ્ટ કરી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vi હવે બે વર્ક-ફ્રોમ-હોમ પ્લાનથી રિચાર્જ કરાવવાનો ઓપ્શન યૂઝરોને આપી રહ્યું છે. My Vi પર શેર કરવામાં આવેલા પ્લાન લિસ્ટિંગ પ્રમાણે, 351 રૂપિયાના વર્ક-ફ્રોમ-હોમ પ્લાન 56 દિવસની વેલિડિટી યૂઝરોને ઓફર કરે છે. આ દરમિયાન યૂઝરને કુલ 100 જીબી હાઈ-સ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી મળી રહેલા 251 રૂપિયાના વર્ક-ફ્રોમ-હોમ પ્લાન પ્રમાણે તેમાં ડબલ બેનિફિટ્સ મળી રહ્યો છે.


Reliance Jioનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 3.5 રૂપિયામાં 1 GB ડેટા


આ સર્કલના યૂઝરને ફાયદો
નવો 351 રૂપિયા વાળો વર્ક-ફ્રોમ-હોમ પ્લાન ઘમા એટ્રેક્ટિવ બેનિફિટ ઓફર કરે છે અને તેના માટે ગ્રાહકોએ 100 રૂપિયા વધુ ચુકવવા પડશે. જે યૂઝરોને વધુ ડેટાની જરૂર છે કે ઘરેથી કામ કરી રહ્યાં છે, તેના માટે 351 રૂપિયાનો પ્લાન સારો છે. હાલ આ પ્લાન આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કેરલ અને મધ્યપ્રદેશ સર્કલમાં ઓફર કરવામાં આવી રહ્યો છે. 


વોડાફોન-આઇડિયા હવે Vi
Vi તરફથી 351 રૂપિયા વાળો પ્લાન બાદમાં બાકી સર્કલમાં પણ રોલઆઉટ કરવામાં આવી શકે છે. હવે બ્રાન્ડ પોતાની નવી ઓળખની સાથે પ્લાન્સમાં પણ ફેરફાર કરી રહી છે. આ સિવાય થર્ડ પાર્ટી રિચાર્જ પોર્ટલ્સ પર પણ જલદી નવા પ્લાન લિસ્ટ થઈ જશે. પહેલા પણ વોડાફોન-આઇડિયા બંન્નના યૂઝરોને એક જેવા પ્લાન મળતા રહ્યાં છે અને કંપની એક જેવા બેનિફિટ્સ ઓફર કરી રહી હતી. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube