ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલના સમયમાં વીડિયો મીટિંગ (Video Meeting ) કર્મચારીઓ અને કંપનીઓના કામનો મહત્વનો ભાગ બની ગઈ છે. પરંતુ ઘણીવાર સાંભળવામાં આવે છે કે વીડિયો મીટિંગ થાકનું કારણ બને છે. અનેક વાર લોકોનું કહેવું હોય છે કે આ મીટિંગ પ્રત્યક્ષ મીટિંગ જેટલી સારી નથી હોતી. સ્ટેનફોર્ડ વિશ્વ વિદ્યાલયમાં આના પર રિસર્ચ થયું છે. તેમાં એક જણાવવામાં આવ્યું કે મીટિંગમાં થાકનું મુખ્ય કારણ શું હોય છે. પ્રોફેસર જર્મી બેલસનનું કહેવું છે કે, દૂર કમ્યુનિકેશન માટે આ બેહદ સારું માધ્યમ છે પરંતુ જરૂર નથી કે તમે હંમેશા તેનો ઉપયોગ કરો. વીડિયો કોન્ફરન્સિંગ (Video Confrencing) માં સ્ક્રીન પર આંખ ચીપકેલી રહે છે અને તે થકાવનારું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sex Tips For Summer: ગરમીમાં સેક્સ દરમિયાન આ વાતનું ધ્યાન નહીં રાખો તો જવું પડશે હોસ્પિટલ


મહિલાઓ માટે વધુ મુશ્કેલ
વર્ક ફ્રોમ હૉમ(Work From Home) ના કારણે વીડિયો કોન્ફરન્સિંગ પણ કલાકો પસાર કરવાની નેગેટિવ અસર પુરુષો કરતા મહિલાઓમાં વધારે થાય છે. ઑનલાઈન થતી આવી મીટિંગને ઝૂમ ફટિગ કહેવામાં આવે છે. ઝૂમ ફટિગમાં દરેક સાતમાંથી એક મહિલા જ્યારે 20માંથી એક પુરુષોને પ્રભાવિત કરે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર મહિલાઓને લાંબા સમય સુધી ઑનલાઈ કૉલ્સ (Online Calls) અટેન્ડ કરવાના કારણે થાક લાગે છે.


વધુ નજર મેળવીને વાત કરવાથી
વધારે નજીકથી અને પૂરી તાકાતથી નજર મિલાવીને વાત કરવું. આ સ્થિતિ કેટલાક લોકોને એવી લાગે છે કે તેમને કોઈ સતત જોઈ રહ્યું છે. આ અહેસાસ લોકોની વચ્ચે મંચ પર બોલવા જેવું હોય છે.


ખુદને અરીસામાં જોવા જેવું
વીડિયો મીટિંગ દરમિયાન ખુદને રિયલ ટાઈમ (Real Time)  જોવું થાક લગાડે તેવું હોય છે. અનેક સંશોધનો બતાવે છે કે પોતાને અરીસામાં જોવાના નકારાત્મક ભાવાત્મક પરિણામો હોય છે. જેનાથી બચવા માટે સેટિંગ્સમાં જઈને હાઈડ સેલ્ફ વ્યૂ મોડ લગાવી શકો છો.


એક જ જગ્યાએ ટકી રહેવું
લાંબા વિડીયો ચેટથી નાટકીય રીતે આપણી મોબિલિટી ઓછી થઈ જાય છે. જેથી સમસ્યા સર્જાઈ શકે છે.


અજમાવો આ વિકલ્પોઃ
- હવેથી જ્યારે વીડિયો મીટિંગ કરવા જાઓ તો મેઈલ પર પુરી જાણકારી આપો. જેનાથી વીડિયો મીટિંગ લાંબી નહીં થાય.


- કોઈને સીધો સંદેશ મોકલવામાં સંકોચ ન રાખો.


- વીડિયો રેકોર્ડ કરો. જો તમારે ટ્રેનિંગ આપવાની છે તો, બની શકે છે કે તમારે અનેક મીટિંગ્સ કરવી પડે. પરંતુ તમે ટ્રેનિંગનો વીડિયો બનાવીને આ પ્રક્રિયાથી બચી શકીએ છે.


- થ્રેડ ચેટ શરૂ કરો. દર વખતે સ્ટેટસ જાણવા માટે મીટિંગ ન કરો. એના બદલે તમે થ્રેડ ચેટ શરૂ કરી શકો છો. સામાન્ય અપડેટ માટે તમારો સમય બરબાદ ન કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube