નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં લોકોનો ડેટા ચોરી થવાનો ખતર હજી ટળ્યો નથી. ત્યારે ફેસબુકમાં મોટી સંખ્યામાં લોકોના એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા પણ ફેસબુકમાંથી 5 કરોડ લોકોનો ડેટા ચોરી થયો છે. હવે યુટ્યુબ પર એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં ફેસબુક હેક કરવાની ટ્રીક બતાવામાં આવે છે. આ વીડિયો સૌશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાડવામાં આવી રહ્યુ છે, કે કેવી રીતે લાખો લોકોના ફેસબુક એકાઉન્ટ તમે હેક કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુકના અત્યારે 50 મિલિયન એટલેકે 5 કરોડ કરતા પણ વધારે યુઝર્સ છે. ત્યારે ગૂગલના વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ પર ફેસબુકની હેકીંગનો વિડિયો દેખાડવામાં આવી રહ્યો છે. ત્યારે મહત્વનું છે, કે આ વિડીયોને સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી જોવાઇ રહ્યો છે. 


ફેસબુકના સાઇબર સિક્યોરિટી પોલીસના પ્રમુખે જણાવ્યું કે, તેઓ પણ આ વિડીયોને લઇને એલર્ટ છે, સાથે જ કંપની આ વાતનું પણ ધ્યાન રાખશે કે ગ્રાહકોના એકાઉન્ટને કેવી રીતે વધારે સુરક્ષિત કરી શકાય. અને અમારી ટીમ હેકર્સની ગતિવિધીઓ પર નજર રાખી રહી છે. 


ગૂગલના પ્રવક્તાએ પણ જણાવ્યું કે તેઓ પણ આ વીડિયો પર નજર રાખી રહ્યા છે. અને લોકોને ભ્રમિત કરી રહેલા આવા વીડિયોને યુટ્યુબ પરથી તેને હટાવાનું કામ કરી રહી છે. સાથે જ જે વીડિયો ગેરકાયદેસર પ્રવૃતિઓને વધારવાનું કામ કરી રહ્યા છે. તેમને સાઇટ પરથી હટાવી દેવામાં આવશે.


Facebookના CEO માર્ક ઝૂકરબર્ગને હેકરે આપી ધમકી, કહ્યું આજે ડિલીટ થઇ જશે તમારું એકાઉન્ટ!


ફેસબુક હેકિંગનો શિકાર
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનું કહેવું છે કે થોડા સમય પહેલાજ તેમની સાઇટ હેક થઇ હતી. લગભગ 5 કરોડ યૂઝરના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા. ફેસબુકે આ મામલે પોતાના સ્તર પર તપાસ કરી હતી. આ મામલે તેણે ઝડપી સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. સાથે જ લો એજેન્સિઓને પણ આ મામલે માહિતગાર કર્યા હતા. ફેસબુકના જણાવ્યા અનુસાર વ્યૂ એજ ફિચર દ્વારા સાઇટને હેક કરવામાં આી હતી. તેના દ્વારા ફેસબુકના એક્સેસ ટોકન ચોરી કર્યા અને યૂઝર એકાઉન્ટ પર થોડો સમય માટે કંટ્રોલ કર્યો હતો.


માર્ક જુકરબર્ગને મળી ખુલ્લી ચેલેન્જ 
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝૂકરબર્ગને ઓપન ચેલેન્જ મળી છે કે તેનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યા બાદ ડિલીટ કરી દેવામાં આવશે. ઝૂકરબર્ગે ધમકી આપનારનું નામ ચેંગ ચી યુઆન જણાવ્યું છે. હેકરનું કહ્યું હતું કે બગ બાઉંટી હંટર દ્વારા કરવામાં આવતા આ હેકિંગનું લાઇવસ્ટ્રીમ થશે, એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 26 હજાર ફોલોવર્સ તેને રીયલ ટાઇમમાં જોઇ શકશે. બગ બાઉંટી પ્રોગ્રામ ટેકનિકલ કંપનીઓમાં સામાન્ય છે. ફેસબુકની પાસે પણ આવો એક પ્રોગ્રામ છે. તેનો ઉપ્યોગ કંપનીઓ સિસ્ટમમાં ખામી પકડવા માટે કરે છે.