Twitter Update: શું વાત છે ! ટ્વીટર પર હવે પોસ્ટ કરી શકાશે 2 કલાક સુધીનો વીડિયો
Twitter Latest Update: ટ્વીટર પ્લેટફોર્મ પર વધુ એક નવું ફીચર રોલ આઉટ કરવામાં આવ્યું છે. એલન મસ્કે ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી હતી. એલન મસ્કે જણાવ્યું હતું કે હવે ટ્વીટર યુઝર્સ બે કલાક સુધીનો વિડીયો ટ્વિટર પર અપલોડ કરી શકે છે..
Twitter Latest Update: ટ્વીટરની કમાન જ્યારથી એલન મસ્કના હાથમાં આવી છે ત્યારથી એક પછી એક નવી જાહેરાતો થઈ રહી છે. જોકે તેનાથી ટ્વીટર યુઝરને ફાયદા જ થઈ રહ્યા છે. કારણ કે ટ્વીટર પ્લેટફોર્મ સાથે નવા નવા ફીચર્સ જોડાઈ રહ્યા છે. તેવામાં વધુ એક નવું ફીચર રોલ આઉટ કરવામાં આવ્યું છે. એલન મસ્કે ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી હતી. એલન મસ્કે જણાવ્યું હતું કે હવે ટ્વીટર યુઝર્સ બે કલાક સુધીનો વિડીયો ટ્વિટર પર અપલોડ કરી શકે છે
આ પણ વાંચો:
Battlegrounds Mobile India : BGMI પરથી હટી શકે છે પ્રતિબંધ, મોદી સરકારે મુકી આ શરતો
OMG! Google આવા એકાઉન્ટ્સ કરી દેશે Delete, ચેક કરો તમે તો નથી કરીને આ ભુલ
આ Stove પર ગેસ અને વિજળી વિના બનશે રસોઈ, દર મહિને થશે 1100 રૂપિયાની બચત
એલન મસ્કે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું હતું અને જણાવ્યું હતું કે ટ્વીટરના બ્લુ વેરીફાઇડ સબસ્ક્રાઈબર બે કલાક સુધીનો વિડીયો અથવા તો આઠ જીબી સુધીનો વિડીયો પર પોસ્ટ કરી શકે છે.
એટલે કે જે લોકો બ્લુટીક વેરીફાઇ છે તેમના માટે વિડિયો પોસ્ટિંગ ફીચર એક્ટિવ કરવામાં આવ્યું છે. જોકે જે લોકો પાસે બ્લુટૂક વેરીફાઇ નથી તેઓ 140 સેકન્ડ એટલે કે 2 મિનિટ અને 20 સેકન્ડ સુધીનો વિડીયો જ અપલોડ કરી શકશે.
ટ્વીટર દ્વારા જે નવું ફીચર જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને શક્ય છે કે બ્લુટીક સબ્સ્ક્રાઈબરની સંખ્યા પણ વધી જાય. તેવામાં જો તમારે પણ બ્લુ ટીક મેળવવું હોય તો ભારતીય યુઝર્સ માટે મંથલી ચાર્જ 650 થી 900 રૂપિયા સુધીનો છે.