Watch Video: સાપની જેમ સરકે છે આ કાર, વીડિયો જોઈને કહો કે ગાડીમાં ટાયર છે કે નહીં
Car Viral Video: હાલ એક કારનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કોઈ સામાન્ય કાર નથી. તે દુનિયાની સૌથી નીચી કાર ગણાવવામાં આવી રહી છે. આ જોઈને તમને એવું લાગશે જાણે તે અડધી જમીનની અંદર ઘૂસી ગઈ છે. આ કાર જ્યારે દોડે છે ત્યારે સાપની જેમ સરકતી હોય છે તેવી દેખાય છે.
Car Viral Video: હાલ એક કારનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ કોઈ સામાન્ય કાર નથી. તે દુનિયાની સૌથી નીચી કાર ગણાવવામાં આવી રહી છે. આ જોઈને તમને એવું લાગશે જાણે તે અડધી જમીનની અંદર ઘૂસી ગઈ છે. આ કાર જ્યારે દોડે છે ત્યારે સાપની જેમ સરકતી હોય છે તેવી દેખાય છે. તેમાં ટાયર દેખાતા નથી. તેમાં વિન્ડો ગ્લાસની નીચેનો ભાગ જ દેખાડવામાં આવ્યો નથી. કારને નીચી કરવા માટે આ નીચેના હિસ્સાને જ હટાવી દેવાયો છે. કારના બોનેટવાળા ભાગ (જ્યાં એન્જિન હોય છે)ને પણ હટાવાયો છે.
કારનો લૂક ખુબ જ વિચિત્ર છે. તેને જોઈને તમને સમજમાં નહીં આવે કે આખરે તે કેવી રીતે ચાલે છે. યુટ્યુબ ચેનલ Carmagheddon પર આ કારને બનાવવાની આખી પ્રોસેસ દેખાડવામાં આવી છે. તેનો ઓરિજિનલ વીડિયો 1 જૂનના રોજ પોસ્ટ કરાયો હતો. કારને એવી ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે કે તેને અંદરથી કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે પરંતુ કોઈને સમજ ન પડે કે આખરે કોણ વ્યક્તિ ચલાવે છે.
કારની એક નાનકડી વીડિયો ક્લિપને ટ્વિટર પર 3 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે યુટ્યૂબ પર જે વીડિયો પોસ્ટ કરાયો છે તેને 3 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
કેટલાક લોકો આ કારને અનોખો આવિષ્કાર ગણાવી રહ્યા છે અને તેના વખાણ કરે છે પરંતુ અનેક લોકો એવા સવાલ પણ કરે છે કે આખરે આવી ગાડીની શું જરૂર છે.
(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે. ઝી 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)