નવી દિલ્હી: Vivo Y33T ને ભારતમાં જાન્યુઆરી 2022 માં મિરર બ્લેક અને મિડડે ડ્રીમના બે કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો અને હવે, વિવોએ હેન્ડસેટ માટે એક નવું ગોલ્ડ કલર વેરિઅન્ટ રજૂ કર્યું છે. Vivo Y33T ના નવા કલર ઓપ્શનને Starry Gold કહેવામાં આવે છે અને તે Amazon, Flipkart, Vivo e-store, Paytm, Tatacliq, Bajaj Finserv EMI સ્ટોર અને સમગ્ર ભારતમાં ઑફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આવો જાણીએ Vivo Y33T (Vivo Y33Tની ભારતમાં કિંમત) અને ફીચર્સ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo Y33T Price In India
Vivo Y33T સામાન્ય રીતે ભારતમાં 8GB + 128GB મોડલ માટે રૂ. 18,999માં વેચાય છે.

અડધાથી પણ ઓછા ભાવે ખરીદો આ પોપુલર AC, લાઇટ બિલ પણ આવશે ઓછું


Vivo Y33T Specifications
ડિવાઇસના સ્પેસિફિકેશન્સ વિશે વાત કરીએ તો તેમાં 6.58-ઇંચની LCD પેનલ છે, જેનું રિઝોલ્યૂશન 2408×1080 પિક્સેલ્સ (FHD+) છે, જેમાં 90Hz રિફ્રેશ રેટ અને ડ્યુડ્રોપ નોચ છે , જેમાં 16MP સેલ્ફી સ્નેપર છે. ડિસ્પ્લેનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 90.6% છે અને તે NTSC કલર ગેમટના 96%ને કવર કરે છે. તેનું વજન 182 ગ્રામ છે અને તેની જાડાઈ 8mm છે.


Vivo Y33T Specifications
Vivo Y33T 4G સક્ષમ Qualcomm Snapdragon 680 SoC દ્વારા સંચાલિત છે. જેને 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે જોડવામાં આવ્યો છે. જોકે માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધુ વધારી શકાય છે. તેમાં 5,000mAh બેટરી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. Y33T આઉટ-ઓફ-ધ-બૉક્સ Android 12-આધારિત Funtouch OS કસ્ટમ સ્કિન પર ચાલે છે.
બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો


Vivo Y33T Camera
ફોટોગ્રાફી માટે, Y33Tમાં 50MP પ્રાથમિક સેન્સર, 2MP ડેપ્થ સેન્સર અને 2MP મેક્રો યુનિટ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તે સુપર નાઇટ મોડ, સુપર એચડીઆર અને પર્સનલાઇઝ્ડ પોટ્રેટ મોડ જેવી સુવિધાઓ સાથે આવે છે. ડિવાઇસમાં સામેલ કનેક્ટિવિટી સુવિધાઓ 4G, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ 5.2, GPS, BEIDOU, GLONASS, GALILEO, QZSS અને USB Type-C પોર્ટ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube