નવી દિલ્હી: Vivo Nex 3 અને Vivo Nex 3 5G સ્માર્ટફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આગામી મહિનામાં આ સ્માર્ટફોનને અન્ય માર્કેટમાં ઉપલબ્ધ કરાવવાની આશા છે. ફોન પ્રેશર સેંસેટિવ કીઝ અને અનોખા વાઇબ્રેટિંગ એક્સપીરિયન્સ સાથે આવે છે. તેની ખાસિયતમાં 64 મેગાપિક્સલનો રિયર કેમેરા, સ્નૈપડ્રૈગન 855 પ્લસ પ્રોસેસર અને 45,00 એમએએચની બેટરી સામેલ છે. સ્માર્ટફોન 44 વોલ્ટના અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટોરોલાએ 14 હજારથી ઓછામાં લોન્ચ કર્યું સ્માર્ટ ટીવી, જાણો ફીચર્સ


જાણો Vivo Nex 3, Vivo Nex 3 5G ની કિંમત
વીવો નેક્સ 3ના 8 જીબી રેમ + 128 જીબી મોડલની કિંમત 4,999 યુઆન લગભગ 50,600 રૂપિયા છે. વીવો નેક્સ 3 5જી ના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 5,698 ચીની યુઆન એટલે કે લગભગ 57,700 રૂપિયા છે, જ્યારે 12 જીબી + 256 જીબી મોડલનો ભાવ 6,198 ચીની યુઆન એટલે કે લગભગ 62,700 રૂપિયા છે. ફોન બ્લેક અને વ્હાઇટ કલરમાં મળશે. આ ફોનને ભારતમાં જલદી જ ઉપલબ્ધ કરાવવાની આશા છે. 

લોન્ચ થયા સ્પાર્ક સીરિઝના બે સસ્તા સ્માર્ટફોન, ઓછી કિંમતમાં મળશે અઢળક નવા ફીચર્સ


Vivo Nex 3, Vivo Nex 3 5G ના સ્પેસિફિકેશન્સ
વીવો નેક્સ 3 અને વીવો નેક્સ 3 5જી ફોન કસ્ટમ મેડ વોટરફોલ સ્ક્રીન સાથે આવે છે. આ સ્ક્રીનમાં કર્વ્ડ અજેજે છે જે બંને સાઇડ પર 90 ડિગ્રી ક્લોઝ હોય છે. ફોન એંડ્રોઇડ પાઇ પર આધારિત ફનટચ ઓએસ 9.1 પર કામ કરે છે. ડુઅલ સિમ સપોર્ટની સાથે આગામી આ હેન્ડસેટ 6.89 ઇંચની ફૂલ-એચડી+ (1080x2256 પિક્સલ) એમોલેડ નોચ લેન્સ વોટરફોલ ડિસ્પ્લેથી સજ્જ છે. સ્ક્રીન એચડીઆર10 સપોર્ટવાળી છે અને ફોન 99.6 ટકા સ્ક્રીન ટૂ બોડીના રેશિયો સાથે આવે છે. ફોનમાં 2.96 ગીગાહર્ટ્ઝ સ્નૈપડૈગન 855 પ્લસ પ્રોસેસર સાથે એડ્રેનો 640 જીપીયૂ આપવામાં આવ્યા છે. હેન્ડસેટ 12 જીબી સુધી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજથી સજ્જ છે. 


વીવો નેક્સ 3 અને વીવો નેક્સ 3 5જી ફોન ત્રણ રિયર કેમેરાવાળા સેટઅપથી સજ્જ છે. પાછળના ભાગમાં સર્કુલર રિંગ છે. ફોન 64 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરથી સજ્જ છે. અપર્ચર એફ/ 1.7 છે. તેની સાથે 13 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ 120 ડિગ્રી સેન્સર અને 2X ઓપ્ટિકલ ઝૂમ સાથે 13 મેગાપિક્સલ ટેલીફોટો સેન્સર છે. ફોનમાં એફ/2.0 અપર્ચરવાળો 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે. હેન્ડસેટમાં પોપ-અપ મેકેનિઝમ આપવામાં આવ્યું છે. 

યામાહા અને હીરોએ લોન્ચ કરી ઇ-સાઇકલ EHX20, ફૂલ ચાર્જમાં દોડશે 70 KM


ફોનની બેટરી 4,500 એમએએચની બેટરી છે. બેટરીમાં 44 વોલ્ટના અલ્ટ્રા-ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ છે. કનેક્ટિવિટી ફીચરમાં 3.5 એમએમ ઓડિયો જેક, બ્લ્યૂટૂથ 5, એનએફસી, યૂએસબી ટાઇપ-સી, વાઇફ 802.11 એસી અને જીપીએસ+ ગ્લોનાસ સામેલ છે. બંને ફોનનું ડાઇમેંશન 167.44x76.18x9.4 મિલીમીટર છે અને વજન 218.5 ગ્રા,અ છે. વીવો નેક્સ 3 અને વીવો નેક્સ 3 5જી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સાથે આવે છે.