નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની  Vivo આજકાલ પોતાના નવા સ્માર્ટફોન Vivo S9 5G પર કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પાછલા વર્ષે લોન્ચ થયેલા સેલ્ફી-ફોકસ્ડ સ્માર્ટફોન Vivo S7 5G ને રિપ્લેસ કરી શકે છે. વીવોએ અત્યાર સુધી આ ફોન લોન્ચ કરવાને લઈ કોઈ સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ હાલમાં આવેલા લીકમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફોન 6 માર્ચે લોન્ચ કરવામાં આવશે. એટલું જ નહીં પાછલા સપ્તાહના અંતમાં એક ટિપ્સ્ટરે અપકમિંગ S9 સિરીઝના પોસ્ટરને લીક કરી દીધું હતું જેમાં ફોનની રિયર ડિઝાઇનને જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળશે 44 મેગાપિક્સલનો ડ્યૂલ ફ્રંટ કેમેરો
નવા પોસ્ટર અનુસાર વીવો S9 5G માં 44 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. અફવા છે કે આ ફોનમાં વીવો S7 5G ની જેમ નોચ સ્ક્રીન મળશે જેમાં 44 મેગાપિક્સલના મેન કેમેરાની સાથે 8 મેગાપિક્સનો સેકેન્ડરી કેમેરો મળશે. ફોનના રિયરની ડિઝાઇન જોઈને કહી શકાય કે આ ફોન જોવામાં S7 5Gજેવો જ છે. બેક પેનલ પર રેક્ટેંગુલર યૂનિટમાં ત્રણ કેમેરા લાગેલા છે. 


આ પણ વાંચોઃ દરરોજ 4 રૂપિયાનો ખર્ચ, 365 દિવસની વેલિડિટી, જુઓ Airtel અને Vi ના શાનદાર પ્લાન્સ


90Hz રિફ્રેશ રેટ અને  64MPનો મેન કેમેરો
ટિપ્સ્ટરે જણાવ્યું કે, S9 5G ની સૌથી મોટી ખુબ ગશે કે આ 6nm ચિપસેટની સાથે આવનાર વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન હશે. પાછલા દિવસોમાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વીવો  S9 5Gમાં કંપની પાછલા મહિને લોન્ચ થયેલ Dimensity 1100 5G ચિપસેટને ઓફર કરી શકે છે. ફોનમાં 90Hz ના રિફ્રેશ રેટની સાથે 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો મળી શકે છે. 


33 વોટ ફાસ્ટ ચાર્જિંગ અને ફુલ એચડી+ડિસ્પ્લે
આશા કરવામાં આવી રહી છે કે હાલમાં મોડલ નંબર  V2072Aથી ગૂગલ પ્લે કન્સોલ અને 3C પર જોવા મળેલ સ્માર્ટફોન વીવો S9 5G તરીકે લોન્ચ કરી શકાય છે. આ બન્ને પ્લેટોર્મના લિસ્ટિંગ અનુસાર વીવો આ અપકમિંગ ફોનમાં ફુલ એચડી+ડિસ્પ્ટે, 12જીબી રેમ, ડાઇમેન્સિટી 1100 ચિપસેટ, એન્ડ્રોયડ 11 ઓએસ અને 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરનાર 4000mAhની બેટરી મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube