નવી દિલ્હીઃ હાલમાં સમાચાર આવ્યા હતા કે વીવો પોતાના હાલના Funtouch OS ની જગ્યાએ Origin OS લાવી રહ્યું છે. હવે કંપનીએ પુષ્ટિ કરી છે કે નવા  OriginOS ને 18 નવેમ્બરે લોન્ચ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનની માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ વીબો પર કંપનીએ જણાવ્યું કે, ચીનના શેનઝેનમાં નવા Origin OS પરથી 18 નવેમ્બરે પડદો હટાવવામાં આવશે. કંપનીએ નવા ઓરિઝિન ઓએસ માટે એક અલગ પેજ બનાવ્યું છે પરંતુ તે માટે કોઈ ફીચરનો ઉલ્લેખ હજુ સુધી કરવામાં આવ્યો નથી.


નવા ઓપરેટિંગ સિસ્ટમને સારા પરફોર્મેંસની સાથે લાવવામાં આવશે અને તે હાલના  Funtouch OS અલગ હશે. આ ઓએસ વીવોના હાલના સ્માર્ટફોન પર ઉપલબ્ધ થશે. આવનારા દિવસોમાં વીવો નવા ઓએસ સાથે જોડાયેલી જાણકારીનો ખુલાસો કરી શકે છે. આ પહેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે નવો ઓરિઝિન ઓએસ આ વર્ષના અંત સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ વર્ષે નવેમ્બરમાં કે ડિસેમ્બરમાં લોન્ચ થનાર  X60 સિરીઝથી ડેબ્યૂ કરશે. ખબરો પ્રમાણે આ ઓએસ એક સંપૂર્ણ પેકેજ હશે. 


શું તમને પણ આવે છે ડરામણા સપના? આ રહ્યું એક ડિવાઇસ જે કરશે તમારી મદદ


આશા છે કે નવું ઓરિઝન ઓએસ વધુ ક્લીન અને સ્મૂથ હશે
આશા છે કે નવું ઓરિઝિન ઓએસ વધુ ક્લીન અને સ્મૂથ હશે. ખબરો પ્રમાણે યૂઝર્સની પાસે કંપનીના ઓએસ અને સ્ટોક એન્ડ્રોયડ વચ્ચે સ્વિચ કરવાનો વિકલ્પ રહેશે. પરંતુ હવે લોન્ચ ડેટમં વધુ સમય બાકી નથી, તેવામાં આવનારા દિવસોમાં વધુ જાણકારી મળી શકે છે. 


મહત્વનું છે કે વીવોએ હાલમાં ભારતમાં ફનટચ ઓએસ 11ની સાથે વીવો વી20 લોન્ચ કર્યો છે. વીવો વી20 એન્ડ્રોયડ 11ની સાથે આવનાર પ્રથમ હેન્ડસેટ છે. તેના 8 જીબી રેમ તથા 128 બીજી સ્ટોરેજ મોડલની કિંમત 24,990 રૂપિયા અને 8 જીબી+256 જીબી સ્ટોરજ મોડલની કિંમત 27,990 રૂપિયા છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube