નવી દિલ્હીઃ વીવોએ પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. વીવોના આ નવા ફોનની કિંમત લગભગ 11 હજાર રૂપિયા છે, તેમ છતાં આ ફોનમાં મોટી સ્ક્રીન અને બેટરી મળે છે. વીવોએ ચુપચાપ પોતાના લેટેસ્ટ ફોન તરીકે Vivo Y15A ને લોન્ચ કરી દીધો છે. જો તમારૂ બજેટ ઓછુ છે તો તમારા માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે. ફોનમાં શું ખાસ છે ચાલો ફટાફટ એક નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં વીવોએ ફિલીપીન્સમાં પોતાના બજેટ ફોન  Vivo Y15A લોન્ચ કર્યો છે. તો હાલમાં સિંગાપુરમાં ડેબ્યૂ કરનાર Vivo Y15s (2021) એ હવે ઈન્ડોનેશિયામાં ડેબ્યૂ કર્યું છે. વીવો Y15A વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે, હીલિયો P35 અને  5,000mAH ની બેટરી પ્રદાન કરે છે, જ્યારે Y15s (20 21) પણ સમાન સ્પેક્સ પ્રદાન કરે છે. 


Vivo Y15A, Vivo Y15s (2021) ના બેસિક સ્પેક્સ ફીચર્સ
ફિલીપીન્સમાં લોન્ચ થયેલ વીવો Y15A માં 6.51 ઇંચની આઈપીએસ એલસીડી ડિસ્પ્લે છે, જે 720x1600 પિક્સલનું એચડી+ રિઝોલ્યૂશન અને 20: 9 આસ્પેક્ટ રેશિયો પ્રદાન કરે છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમેરો છે. તેના રિયર કેમેરા યુનિટમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર અને એક એલઈડી ફ્લેશ સામેલ છે. આ ફનટચ ઓએસ 11.1 પર બેસ્ડ એન્ડ્રોયડ 11ની સાથે ફ્રીઇન્સ્ટોલન્ડ આવે છે. ફોનનું ડાઇમેન્શન 163.96x75.2x8.28 મિમી છે. 


આ પણ વાંચોઃ Jio નો આ પ્લાન ખરીદનારને ચાંદી જ ચાંદી, 168 GB ડેટા સાથે કંપની ફ્રીમાં આપશે આ ઓફર


હીલિયો પી35 ચિપથી લેસ વીવો Y15A સ્માર્ટફોન 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજની સાથે આવે છે. તેમાં 5,000mAh ની બેટરી છે, જે 10W ચાર્જિંગ સપોર્ટ કરે છે. ડિવાઇસમાં ડ્યુઅલ 4G VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ  5.0, GPS, માઇક્રોએસડી, એક માઇક્રોયૂએસબી સ્લોટ, એક સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને એક 3.5 મિમી ઓડિયો જેક જેવા અન્ય ફીચર્સ છે. Vivo Y15s (2021) સમાન સ્પેક્સ અને ડિઝાઇનની સાથે પેક કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. આ સિવાય તે એન્ડ્રોયડ ગો એડિશન પર ચાલે છે. 


Vivo Y15A, Vivo Y15s (2021) ની કિંમત
ફિલીપીન્સમાં Vivo Y15A ની કિંમત 7,999 (~$160) એટલે કે લગભગ 11895 રૂપિયા છે. બીજીતરફ ઈન્ડોનેશિયામાં Vivo Y15s (2021) ની કિંમત IDR 1,899,000 ($134) એટલે કે લગભગ 9962 રૂપિયા છે. તે વોટર ગ્રીન અને મિસ્ટિક બ્લૂ જેવા કલર્સમાં ઉપલબ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube