બેઇજિંગઃ વીવોએ પોતાના ઘરેલૂ બજારમાં એક નવા સ્માર્ટફોન Vivo T2x લોન્ચ કરી દીધો છે. આ એક મિડ રેન્જ સ્માર્ટફોન છે, જેમાં MediaTek Dimensity 1300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 144Hz ને ડિસ્પ્લે અને 50 મેગાપિક્સલનો કેમેરો પણ મળે છે. આવો જાણીએ ફોનની કિંમતથી લઈને ફીચર્સ સુધીની જાણકારી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo T2x ના સ્પેસિફિકેશન્સ
Vivo T2x સ્માર્ટફોનમાં 6.58 ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 144Hz નો રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ફ્રંટમાં સેલ્ફી કેમેરા માટે વોટરડ્રોપ નોચ પણ આપવામાં આવી છે. આ ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇમેન્સિટી 1300 પ્રોસેસર અને એક માલી G77 GPU ને સપોર્ટ કરે છે. ફોનમાં 8જીબી રેમ અને 256GB સુધી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ, સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર  અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ લાઈટ વિના પણ થઈ જશે પંખો ફાસ્ટ! કુલર પણ ચાલશે બિંદાસ્ત, આટલું કરો તો ઘર થઈ જશે Cool-Cool!


ફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. તેમાં  6000mAh ની બેટરી મળે છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ફોનમાં 6W રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.  


વીવોના નવા ફોનની કિંમત
વીવોએ આ ફોનને હાલ ચીનમાં લોન્ચ કર્યો છે. ફોન બે વેરિએન્ટ 8GB + 128GB ની કિંમત 1699 યુઆન (આશરે 19700 રૂપિયા) અને 8GB + 256GB વેરિએન્ટની કિંમત 1899 યુઆન (આશરે 22000 રૂપિયા) છે. તે બે કલર ઓપ્શન મિસ્ટ બ્લૂ અને મિરર બ્લેકમાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube