નવી દિલ્હી : ચીન (China)ની સ્માર્ટફોન બનાવનાર કંપની વીવો ભારતમાં 9 ડિસેમ્બરે પોતાનો નવો સ્માર્ટફોન વીવો વી 17 (Vivo V17) લોન્ચ કરી શકે છે. કંપનીએ આ વિશે જાહેરાત પણ શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલાં રશિયામાં આ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસની પાછળની તરફ ડાયમંડ આકારનો કેમેરો મોડ્યુલ સાથે ડ્યુડ્રોપ ફેસિલિટી સાથે આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Flipkart લાવી રહી છે Big Shopping Days સેલ, 85% સુધી મળશે ડિસ્કાઉન્ટ


6.38 ઇંચના ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લેવાળા આ ડિવાઇસમાં ક્વાલકોમ સ્નૈપડ્રેગન 665 પ્રોસેસરની સાથેસાથે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. આમાં એક માઇક્રો એસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે જેની મદદથી સ્ટોરેજને 256 જીબી સુધી વધારી શકાય છે. 


અંતરિક્ષમાં ઉપગ્રહોનું રિપેરિંગ થશે સરળ અને સસ્તું, રોબોટ બચાવશે નાણા


કેમેરાની વાત કરીએ તો ફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ છે. એમાં 48 એમપી પ્રાઇમરી સેન્સર, 8 એમપી અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે 2એમપી માઇક્રો સેન્સર તેમજ 2એમપી ડેપ્થ સેન્સરની ફેસિલિટી છે. વીવો વી 17 સેલ્ફી માટે 32 એમપી કેમેરા સાથે આવે છે. આમાં ડ્યુઅલ સીમ, 4જી વોલાઇટ, એનએફસી અને બ્લુટુથ 5.0 દેવામાં આવ્યું છે. ફોનમાં ચાર્જિંગ માટે 4500mah બેટરી યુસીબી ટાઇપ સી પોર્ટ સાથે આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...