નવી દિલ્હીઃ Vivo V30 Smartphone:  Vivo એ પોતાના બે સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કરી દીધા છે. આ સ્માર્ટફોનમાં તમને ઘણા શાનદાર ફીચર્સ મળવાના છે, પરંતુ તેનાથી જરૂરી છે કે આખરે બંને સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન્સ શું છે? આજે અમે તમને તેની જાણકારી આપવાની છીએ. કારણ કે તાજેતરમાં લોન્ચ થયેલા બંને સ્માર્ટફોનમાં તમને દમદાર બેટરી અને સુપરફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo V30 અને  Vivo V30Pro ની ડિસ્પ્લે પર ખુબ કામ કર્યું છે. Vivo V30 Pro માં તો તમને ખુબ પ્રીમિયમ ડિસ્પ્લે મળવાની છે, જે 3D Curved ની સાથે આવે છે. આ ફોનનો સૌથી પોઝિટિવ પોઈન્ટ ડિસ્પ્લે છે. 5 હજાર mAh ની બેટરી સાથે તેમાં સુપરફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળવાનો છે. બાકી કંપનીએ બંને સ્માર્ટફોનની ડિઝાઇનમાં ખુબ કામ કર્યું છે. આ કારણ છે કે ફોન લાઇટવેટ છે. 


કેટલી છે કિંમત?
કિંમતની વાત કરીએ તો Vivo V30 ના 8GB+128GB Storage ખરીદવા માટે તમારે 33999 રૂપિયા ખર્ચ કરવા પડશે જ્યારે 8GB+256GB વેરિએન્ટને ખરીદવા માટે 35999 રૂપિયા આપવા પડશે. તો 12GB+256GB વેરિએન્ટની કિંમત 37999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.  


આ પણ વાંચોઃ AC ના આ 5 સેટિંગ્સથી કરી શકાય છે વીજળીની બચત, દરેક યૂઝરને હોવી જોઈએ જાણકારી


તો Vivo V30 Pro ની કિંમતની વાત કરીએ તો તેના 8GB+256GB Storage ની કિંમત 41999 રૂપિયા રાખવામાં આવી છે. તો ફોનના 12GB+512GB વેરિએન્ટને ખરીદવા માટે 46999 રૂપિયા ખર્ચ કરવા પડશે. 


ફ્લિપકાર્ટ પર બંને સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. તમે બંને સ્માર્ટફોનને વીવો અને ફ્લિપકાર્ટની ઓફિશિયલ સાઇટથી ખરીદી શકો છો. જો તમે આ ફોન ખરીદવા ઈચ્છો છો તો પ્રી-બુકિંગ દરમિયાન તમને આ ફોન સસ્તો મળી રહ્યો છે. Vivo V30 Pro માં MediaTek Dimensity 8200 5G પ્રોસેસર મળવાનું છે.