5000mAh બેટરી સાથે Vivo Y15 થયો લોન્ચ, Jio ગ્રાહકો માટે ખાસ ઓફર
તેની શરૂઆતી કિંમત 13990 રૂપિયા છે. આ ફોન એક્વા બ્લૂ અને બરગંડી રેડ કલરમાં મળશે.
નવી દિલ્હીઃ ચાઇનીઝ સ્માર્ટફોન મેકર વીવો (Vivo)એ ભારતીય બજારમાં બજેટ સ્માર્ટફોન Vivo Y15 પરથી પડદો ઉઠાવી લીધો છે. તેની બેટરી 5000 mAhની છે. તેની શરૂઆતી કિંમત 13990 રૂપિયા છે. આ ફોન એક્વા બ્લૂ અને બરગંડી રેડ કલર ઓપ્શનમાં મળશે. છેલ્લા દિવસોમાં કંપનીએ Vivo Y17ને બજારમાં ઉતાર્યો હતો.
સ્માર્ટફોન પર 9 મહિના માટે નો કોસ્ટ ઈએમઆઈ ઓફર કરવામાં આવી રહી છે. આ સિવાય સ્માર્ટફોન પર 1000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સાથે જીયો યૂઝરને 3TB ડેટા એટલે કે 4 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે.
(ફોટો સાભાર ટ્વીટર)
વિશિષ્ટતાઓ
આ સ્માર્ટફોનમાં 6.35 ઇંચની એસડી+LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 720×1544 પિક્સલ છે. ડિસ્પ્લેમાં વોટર ડ્રોપ નોચ પણ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Android 9.0 Pie પર આધારિત Funtouch OS 9 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 13MP+8MP+2MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
આ સ્માર્ટફોન Flipkart, Amazon India, Paytm, Vivo E-Store અને Tata Cliq પર ઉપલબ્ધ છે. આ સિવાય વીવીના ઓફલાઇન સ્ટોર પર પણ આ ફોન ઉપલબ્ધ છે.