નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વીવોએ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન વીવો Y95 (vivo Y95) લોન્ચ કર્યો છે. આ વીવોની વાય સીરીઝની મીડ રેન્જનો જ સ્માર્ટ ફોન છે. અને આ સ્ટેરી બ્લેક અને પર્પલ કલરમાં મળશે. વીવો Y95 એક માત્ર એવો ફોન હશે જેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 ઓક્ટાકોર પ્રોસેસર પર ચાલશે. અત્યારે કંપનીએ આ ફોનને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વાળા સિંગલ વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યો છે. આવનારા સમયમાં તેના બીજા વેરિએન્ટ પણ ઉતારવામાં આવી શકે છે. ફોનમાં 20 MPનો એઆઇ કેમેરો અને ફુલવ્યૂ ડિસ્પ્લે આપાવમાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીવો Y 95ની 16,990 રૂપિયા કિંમત 
વીવો Y 95ની ભારતીય બજારમાં કિંમત 16,990 રૂપિયા રાખવામાં આવી છે. અને આ તમામ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન, ફિલ્પકાર્ટ, પેટીએમ પર મળી રહેશે. આ સિવાય આ મોબાઇલને ઓફ લાઇન પણ ખરીદી શકાય છે. વીવી Y95 કંપનીના ઇ સ્ટોર પર મળશે. વીવો તરફથી જણાવામાં આવ્યું છે, કે નવા ફોનમાં ‘મેક ઇન ઇન્ડિયા’અંતર્ગત કંપનીના ગ્રેટર નોએડા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યો છે. ફોનના લોન્ચિંગ સમયે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને બજાજ ફાઇનાન્સના 15મહિના સુધી નો કોસ્ટ ઇએમઆઇ પર ઓફર આપવામાં આવી રહી છે, ફોનનો ઇએમઆઇ 1,133 રૂપિયા પ્રતિમાસ કરી દેવામાં આવશે. 


જો તમે વીવો Y95ને પેટીએમથી ખરીદશો તો તેમાં 1500 રૂપિયાની કૈશબૈક કુપન આપવામાં આવશે, રિલાયન્સ જીયોના કસ્ટમરને ફોન ખરદવા પર 4,000 રૂપિયાની વેલ્યુંની 3 TB ઇન્ટરનેટ સેવા મળશે. ફોનને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડથી 256 GB સુધી વધારી શકાય છે. 


શુ છે ફોનના ફિચર્સ 
વીવી Y95માં ડ્યુઅલ સેટઅપ કૈમેરા આપવામાં આવ્યા છે. જેની ખાસિયત એવી છે, કે તે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સી વાળો કેમેરો છે. ફ્લેશ સાથે અપર્ચર એફ/2.0ની સાથે 13મેગા પિક્સલનો પ્રાઇમરી અને અપર્ચર એફ/2.4 ની સાથે 2 મેગાપિક્સલનો સેકેન્ડરી સેંસર આપવામાં આવ્યું છે. ફ્રંટમાં સેલ્ફી માટે AI ફેસ બ્યુટી ફિચર્સની સાથે 20 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.  આ સ્માર્ટ ફોનમાં 4030mAhની બેટરી પણ આપવામાં આવી છે.